અંતરિક્ષ વિભાગ
ઈસરોના યુવિકા-2025 કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો
Posted On:
30 MAY 2025 6:50PM by PIB Ahmedabad
ઈસરો દ્વારા શરૂ કરાયેલ યુવિકા-2025 કાર્યક્રમના આજે સમાપન સમારોહનું આયોજન અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે SACના નિદેશક શ્રી નિલેશ દેસાઈના હસ્તે દરેક વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. સમિતિના અધ્યક્ષ શ્રી જૈમીન રામી અને સહ અધ્યક્ષા શ્રીમતી અનુજા શર્માએ આ બે અઠવાડિયામાં વિદ્યાર્થીઓને આપેલ ટ્રેનિંગનો અહેવાલ રજૂ કર્યો હતો. 2 અઠવાડિયામાં બાળકોએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા અને અહીં જ રહી જવાની તેમની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમની સાથે યુવિકા-2025 વિધાર્થીઓ દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો . જેમાં ગીતો, નાટક વિવિધ ડાન્સની સાથે જે તે રાજ્યોના લોકનૃત્ય અને ગુજરાતના ગરબા પણ રજૂ થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના યશપાલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં શ્રી નિલેશ દેસાઈની સાથે વરિષ્ઠ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2132846)