માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

RRU ખાતે પોલીસ ટેકનોલોજી સમિટ 2025 નવીનતાઓ અને સહયોગને પ્રોત્સાહન આપશે

Posted On: 07 JUN 2025 6:33PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) AIC ઇન્ક્યુબેશન ફાઉન્ડેશન સાથે મળીને, આજે, 6 જૂન, 2025ના રોજ પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું સમાપન કર્યું. આ સમિટ 6 જૂન, 2025ના રોજ વિવિધ સંગઠનો દ્વારા પ્રોડક્ટ પ્રેઝન્ટેશન અને પ્રદર્શનો સાથે પૂર્ણ થવાન છે.

પોલીસ ટેકનોલોજી સમિટ 2025નો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય પોલીસ સંગઠનો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, પોલીસ સંગઠનોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. તેનો ઉદ્દેશ્ય પોલીસિંગ ટેકનોલોજીમાં નવીનતમ વિકાસનું અન્વેષણ કરવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય ભાષણો, ઇન્ટરેક્ટિવ સત્રો અને પ્રોડક્ટ પ્રદર્શનોનો સમાવેશ થતો હતો, જે જ્ઞાનના આદાનપ્રદાન અને સહયોગી પ્રયાસો માટે એક મંચ બનાવે છે.

કાર્યક્રમનાં મહેમાનોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)ના અધ્યક્ષ શ્રી આલોક જોશીનો સમાવેશ થતો હતો, જેમણે તેમની આંતરદૃષ્ટિ અને કુશળતા શેર કરી હતી. RRUના કુલપતિ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલે યુનિવર્સિટીના આદેશ અને તેના શિક્ષણ, સંશોધન, શિક્ષણ અને તાલીમ પ્રવૃત્તિઓનો ઝાંખી આપી હતી. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી 112 IG અને DIG રેન્કના અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ આલોક જોશીએ તેમના ભાષણમાં સારા પરિણામો માટે સરકારી એજન્સીઓ વચ્ચે ગુપ્ત માહિતીની આપ-લેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેઓ ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પ્રથમ 'પોલીસ ટેકનોલોજી સમિટ 2025'માં પ્રતિનિધિઓને સંબોધિત કરી રહ્યા હતા.

પોલીસ ટેકનોલોજી સમિટ 2025નો ઉદ્દેશ પોલીસિંગના વિકાસમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવાનો હતો, જે જાહેર સલામતી સુધારવા માટે ટેકનોલોજીના વિકાસ માટે સહયોગી જગ્યા બનાવશે. આ સમિટમાં આશરે 40 સ્વદેશી કંપનીઓના પ્રદર્શનનો સમાવેશ થતો હતો. જેમાં કાયદા અમલીકરણ એજન્સીઓ માટે તૈયાર કરાયેલા તેમના નવીનતમ ઉત્પાદનો અને ઉકેલો રજૂ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) પોલીસ વિભાગોના અધિકારીઓને કંપનીના પ્રતિનિધિઓ સાથે જોડાવાની તક મળી હતી. તેઓએ ઉત્પાદન સુવિધાઓ વિશે શીખ્યા અને સમજણ કેળવી કે આ તકનીકો તેમની કાર્યકારી અસરકારકતા કેવી રીતે વધારી શકે છે. આ વાર્તાલાપનો હેતુ નવીન ઉકેલોને અપનાવવાને પ્રોત્સાહન આપવાનો હતો, જેનાથી સમગ્ર દેશમાં પોલીસિંગ ક્ષમતાઓમાં સુધારો થશે. આ કાર્યક્રમ દરમિયાન તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરનાર 40 કંપની, જેમાં હોમલેન્ડ એરો, લોકેશ મશીન્સ, લેંગસેન્સ એઆઈ, માઈકોબી, ટેક્ટીલિંક, ટેકટીક્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, એફએક્સ યુએવી, નિવેટ્ટી, બિલિયન કાર્બન, ઓરેકલ, અદ્વૈત થેરાગ્નોસ્ટિક્સ, ચક્ર, વૃસ્વ સ્પેસ, ધ મો, ઇટીએસ, ટ્રાન્સટ્રેક, પેલોરસ ટેક્નોલોજીસ, નેક્સસેન્ટ્રા ટેક્નોલોજીસ, ગ્લોબલ્સ, રેપારો 3ડી પ્રિન્ટિંગ, હાઇપરલેબ. મેહરીઝમ, રૂમબ્ર, ફેસટેગર, ઓપ્ટિમાઇઝ્ડ ઇલેક્ટ્રોટેક, ખોજી ઇન્ફોટેક, મોબીસેક, શ્યામ વીએનએલ, સિસ્ટૂલ્સ સોફ્ટવેર, એવિરોસ, હેરિટેજ સાયબરવર્લ્ડ, બેયોનડેટા, સ્ટ્રેઇટકાર્ક, ઇસીએસ, કમાન્ડો કેનલ્સ અને યોન્ક સામેલ થઈ હતી.

"સ્માર્ટ પોલીસિંગમાં ટેકનોલોજીને આકાર આપવાની પહેલ" થીમ પર આ સમિટમાં નવીનતાઓ, ડિજિટલ ફોરેન્સિક્સ અને આધુનિક પોલીસિંગ માટે અત્યાધુનિક ઉકેલોની શોધ કરવામાં આવી હતી. AIC-રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા આયોજિત અને ભારત સરકારના ગૃહ મંત્રાલયના સમર્થન સાથે, આ કાર્યક્રમ ડિજિટલ તપાસ અને કાયદા અમલીકરણ ટેકનોલોજીના ભવિષ્ય પર કેન્દ્રિત હતો.

તેનો ઉદ્દેશ્ય સાયબર ક્રાઇમ અને ડિજિટલ તપાસ જેવા ક્ષેત્રોમાં પ્રગતિની ચર્ચા અને શોધખોળ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.


(Release ID: 2134878)