માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ખાદ્યાન્ન સંગ્રહ માટે સરકાર દ્વારા તૈયાર સાયલોની મુલાકાત લેતું દિલ્હી પત્રકાર પ્રતિનિધિમંડળ


વડોદરાનાં કાયાવરોહણ ખાતે મોડર્ન વેરહાઉસની સ્થાપના

Posted On: 11 JUN 2025 7:29PM by PIB Ahmedabad

સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પીઆઇબીના સહયોગથી મીડિયા ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દિલ્હીથી આવેલા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિદેશક ડૉ. મોનિકા સિંઘ તેમજ પીઆઈબીના નિહી શર્મા સાથે અન્ય ડેલિગેટ્સે વડોદરાના કાયાવરોહણ ખાતે આવેલી લીપ એગ્રી લોજિસ્ટિક (બરોડા) પ્રા. લિ. કંપનીની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ડૉ. મોનિકા સિંઘે ભારત સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાપવામાં આવેલા ખાદ્ય અન્ન સંગ્રહ માટેના સાયલોની સમીક્ષા કરી હતી. સાયલો મોડર્ન વેરહાઉસ છે. જે પરંપરાગત વેરહાઉસ કરતા તકનિકી ધોરણે વધુ કાર્યક્ષમ હોય છે.

બાબતે લીપ એગ્રી લોજિસ્ટિક (બરોડા) પ્રા. લિ. કંપનીના ટર્મિનલ મેનેજર તરુણ શર્માએ જણાવ્યું હતું કે, સાયલોની ક્ષમતા 50,000 MTની છે. જેમાં બે વર્ષ સુધી અન્નનો સંગ્રહ કરી શકાય છે. તેમજ અન્નમાં સડો થતો નથી. ઉપરાંત સાયલો ઓટોમેટેડ છે. જેથી ઓપરેશનલ ટાઈમ અને કોસ્ટ બંનેમાં બચત થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર રમણલાલ મીણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતમાં હાલ 3 સાયલો કાર્યરત છે અને 4 સાયલો બાંધકામ હેઠળ છે.  આ પ્રતિનિધિમંડળ આજે ગુજરાતની મુલાકાત પૂર્ણ કરી મુબઈ માટે રવાના થયું છે.

AP/IJ/GP/JD


(Release ID: 2135794)