પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા
પ્રધાનમંત્રીએ અમદાવાદ હવાઈ દુર્ઘટના અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
प्रविष्टि तिथि:
13 JUN 2025 2:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછીના સ્થળની મુલાકાત લીધી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત પરિવારો સાથે એકતા વ્યક્ત કરતા શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો, જેમાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે તેમની સાથે મુલાકાત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં રાષ્ટ્રના અતૂટ સમર્થનની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ રાહત અને બચાવ કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
X પર અલગ અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
"અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો, જેમાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે તેઓને મળ્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે આ મુશ્કેલ સમયમાં અમે તેમની અને તેમના પરિવારોની સાથે જ છીએ. સમગ્ર રાષ્ટ્ર તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યું છે."
"અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2136118)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam