સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન

Posted On: 20 JUN 2025 11:11AM by PIB Ahmedabad

અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ જીવન વીમા (PLI)ના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓને ડાયરેક્ટ એજન્ટ તરીકે નિયુક્ત કરવા માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સિટી ડિવિઝન દ્વારા આ જણાવવામાં આવ્યું છે. આ ઈન્ટરવ્યુ માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 03-07-2025ના રોજ પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સીટી ડીવીઝન, નવરંગપુરા હેડ પોસ્ટઓફિસ બિલ્ડિંગ, અમદાવાદ-09ની કચેરીએ સવારે 11:00 કલાકે અરજી, BIO-DATA, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઉમરનો દાખલો, શૈક્ષણિક લાયકાતનો દાખલો, વીમા ક્ષેત્રે અનુભવનો પુરાવા (જો હોય તો) અસલની સાથે ખરાઈ કરેલી નકલ સાથે રૂબરૂ હાજર રહેવું.

આ પોસ્ટ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર માન્ય પરીક્ષા ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ. વોક-ઇન ઇન્ટરવ્યુના દિવસે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. સરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે.

બેરોજગાર / સ્વ-રોજગાર ધરાવતા યુવકો / પૂર્વ જીવન વીમા એજન્ટ/કોઈપણ વીમા કંપનીના પૂર્વ એજન્ટ / માજી સૈનિક / આંગણવાડી કાર્યકરો / મહિલા મંડળના કાર્યકરો / ગ્રામ પ્રધાન / ગ્રામ પંચાયતના સભ્યો. ઉપર જણાવેલ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો હાજર રહી શકે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2137892)