માહિતી અને પ્રસારણ મંત્રાલય
11મા આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
પત્ર સૂચના કાર્યાલય, કેન્દ્રીય સંચાર બ્યૂરો અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં થયો યોગાભ્યાસ
Posted On:
21 JUN 2025 11:20AM by PIB Ahmedabad
સાર્વત્રિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વના શક્તિશાળી પુરાવા તરીકે, 21 જૂન 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (યોગ સંગમ) કાર્યક્રમે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

આ કાર્યક્રમમાં પોતાની સક્રિય ભાગીદારી નોધાવવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય, ગુજરાત અંતર્ગત આવતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો અને કેન્દ્રીય સંચાર બ્યૂરો તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં સંયુક્ત ઉપક્રમે આજે સુભાષ વેસ્ટર્ન સેન્ટર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં યોગ વિદ્યાર્થીનીઓ દ્વારા સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ ઉપસ્થિત લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવી અહીં તાલીમ લેતા યુવા ખેલાડીઓ અને દિવ્યાંગ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમથી આપેલા સંબોધનથી થઇ હતી. કાર્યક્રમનાં અંતે યોગ કોચ શ્રી મયુરે પોતાના એડવાન્સ યોગાસનોનું નિદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના રીજનલ ડાયરેક્ટર શ્રી મનીકાંત શર્મા, ડાયરેક્ટર શ્રીમતી અદિતિ સિંહ, ડેપ્યુટી ઓમકાર કાઓરે, આસી. ડાયરેક્ટર મધુ હર્ષ તેમજ કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં આસી.ડિરેક્ટર શ્રીમતી સુમન મછાર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2138253)