સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટ્રાઇ અમદાવાદ દ્વારા ગ્રાહક સંપર્ક કાર્યક્રમનું આયોજન

Posted On: 25 JUN 2025 12:39PM by PIB Ahmedabad

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ની પ્રાદેશિક કચેરી, જયપુર દ્વારા 26.06.2025ના રોજ સવારે 10.00 વાગ્યાથી  ભવન્સ શેઠ આર એ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, અમદાવાદ ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (COP)નું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમનો વિષય મુખ્યત્વે અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ (UCC) અને સ્પામ કોલ્સ/સંદેશાઓ, તેમની અસર અને આ જોખમને રોકવા માટે TRAI દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે છે.

આ કાર્યક્રમમાં તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ (ટેલિકોમ ઓપરેટરો), મલ્ટી સર્વિસ ઓપરેટરો (કેબલ ઓપરેટરો), ગ્રાહક હિમાયતી જૂથો, મીડિયા પ્રતિનિધિઓ અને ભવન્સ શેઠ આર એ કોલેજ ઓફ આર્ટ એન્ડ કોમર્સ, અમદાવાદના વિદ્યાર્થીઓ/ફેકલ્ટી સભ્યો હાજરી આપશે. શ્રી રાજેશ કુમાર અગ્રવાલ (ITS), સલાહકાર TRAI પ્રાદેશિક કાર્યાલય, જયપુર આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.

આ કાર્યક્રમમાં, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ્સની ગ્રાહક ફરિયાદ નિવારણ પ્રણાલી અને સાયબર સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંની પણ ચર્ચા કરવામાં આવશે.

 

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2139444)
Read this release in: English