પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાનનો પ્રારંભ – વધતી ગરમી સામે ક્લાઈમેટ રેસિલિયન્સ માટે મોટું પગલું


વધતા તાપમાન સામે લડવા, જાહેર આરોગ્ય જાળવવા અને નાજુક સમુદાયોની રક્ષા માટે સૂચનો સમાવિષ્ટ

Posted On: 25 JUN 2025 3:07PM by PIB Ahmedabad

મહેસાણા મહાનગરપાલિકા (MMC) દ્વારા આજે, Centre for Environment Education (CEE) તથા Natural Resources Defense Council (NRDC), Indiaના સહયોગથી શહેરનો પહેલો હીટ એક્શન પ્લાન (HAP) જાહેર કરવામાં આવ્યો છે. મહેસાણાના નગરજનોને અતિશય ગરમીથી સુરક્ષિત રાખવા અને હવામાન પ્રત્યે સજાગતા વધારવા માટે બનાવવામાં આવેલ યોજના નગરપાલિકા કોનફરન્સ હોલ ખાતે સરકારી અધિકારીઓ, ONGC, UGVCLના ઉચ્ચ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના માનનીય કમિશ્નર શ્રી રવિન્દ્ર ડી. ખટાલે (IAS) જણાવ્યું હતું, "વધતી જતી ગરમી સમગ્ર વિશ્વ માટે એક ગંભીર સમસ્યા છે, જે લોકોના આરોગ્ય અને રોજગાર પર પ્રતિકૂળ અસર કરે છે. શહેરોમાં અર્બન હીટ આઈલેન્ડ (UHI)ની અસરને કારણે વધતા તાપમાનની વધુ સમસ્યાઓ જોવા મળે છે. જેને કારણે હીટ એક્શન પ્લાન (HAP) એક અત્યંત આવશ્યક યોજના છે, જેને મહેસાણા નગરપાલિકા દ્વારા CEE અને NRDC ના સહયોગથી અમલમાં મુકવામાં આવી છે, જેથી કરીને મહેસાણાના નાગરિકોને વધતી ગરમીથી ભવિષ્યમાં બચાવી શકાય."

હિટ એક્શન પ્લાનમાં જવાબદાર સંસ્થાઓ માટે વિગતવાર એકસ્ટેકહોલ્ડર રિસ્પોન્સિબિલિટી મેટ્રિક્સતૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તૈયારીઓ, પ્રતિક્રિયા અને નિવારણ માટેની વ્યૂહરચનાઓ દર્શાવવામાં આવી છે.
પ્લાન હેઠળ તરત અમલમાં લઈ શકાય તેવી ટૂંકા ગાળા તથા લાંબા ગાળાની કેટલીક મહત્વપૂર્ણ ભલામણો આપવામાં આવી છેજેમ કે કુલ રૂફ પાઇલટ પ્રોજેક્ટ, શહેરને હરિયાળું વધારવા પ્રોજેક્ટ, કાર્ય મહિનો/સમયમાં ફેરફાર, હવામાનને અનુરૂપ શહેરી યોજના અને સ્થાનિક સ્તરે ઓગાળેલી ચેતવણી વ્યવસ્થા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રસંગે MMC, NRDC અને CEE વચ્ચે ત્રણપક્ષીય સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કરીને હિટ એક્શન પ્લાનના અસરકારક અમલ માટે સહયોગની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

 


(Release ID: 2139492)