માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેમ્પસથી કાર્નેગી મેલન સુધી : અદિત રાંભિયાની આઇઆઇટીજીએનની પ્રેરણાદાયક સફર
Posted On:
28 JUN 2025 7:18PM by PIB Ahmedabad
આઇઆઈટી ગાંધીનગરના તાજેતરમાં પૂરા થયેલા 14માં દીક્ષાંત સમારંભ દરમિયાન, અદિત અતુલ રાંભિયાને સંસ્થાના બે સર્વોચ્ચ સન્માન મળ્યા, નિદેશક સ્વર્ણપદક અને ખેલોમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રશંસાપત્ર.. આ સન્માન માત્ર તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનું પ્રતિબિંબ નથી, પણ એક શિસ્તબદ્ધ, બહુમુખી અને શાંત પ્રતિબદ્ધતા ધરાવતી ચાર વર્ષની સફરનું પ્રતિનિધિત્વ કરે છે.

મુંબઈના મૂળ નિવાસી અદિતનો ઉછેર એવા કુટુંબમાં થયું છે, જે વિજ્ઞાન અને સેવા સાથે ઊંડે જોડાયેલું છે, તેમની માતા આયુર્વેદિક ડોક્ટર છે અને પિતા પોલિમર એન્જિનિયર. આ પરિપ્રેક્ષ્યોએ અદિતને વિવિધ વિષયોના આંતરસંબંધ સમજવા માટે પ્રેરણા મળી. આઈઆઈટી ગાંધીનગરમાં મટિરિયલ્સ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેમણે સંસ્થાના ઓપન અભ્યાસક્રમનો સંપૂર્ણ લાભ લીધો અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ અને મેનેજમેન્ટ જેવા વિષયોમાં પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. આ શૈક્ષણિક સ્વતંત્રતાએ ક્રિયાશીલ પદાર્થોના બાયોમેડિકલ એપ્લિકેશન્સ પ્રત્યે તેમની ઉત્કંઠાને વધુ પ્રબળ બનાવી.

અદિત તેમના શૈક્ષણિક પ્રવાસને યાદ કરતાં કહે છે, “ટિશ્યૂ રિજનરેશન માટેની બાયોમટિરિયલ્સ જેવા કોર્સ અને ડૉ. શ્રીહરિતા રૌથુ અને ડૉ. અભિજિત મિશ્રા સાથેના સંશોધનોએ મારી દ્રષ્ટિ બદલાવી દીધી. મને સમજાયું કે પદાર્થો કેવી રીતે આરોગ્યસંભાળ, ઘા સાફ થવા અને પાણી શુદ્ધિકરણ જેવા ક્ષેત્રોમાં આપણા જીવનને અસર કરે છે.” તેમનું જ્ઞાન ભારત પૂરતું જ સીમિત રહ્યું નથી તેમણે ટેક્સાસ A&M યુનિવર્સિટી (યુ.એસ.)માં એક મહત્વપૂર્ણ સંશોધન ઇન્ટર્નશીપ કરી, જ્યાં તેમણે સોફ્ટ રોબોટિક્સ અને મેડિકલ ડિવાઇસીસ અંગેનું અદ્યતન કાર્ય કર્યું. આ અનુભવથી તેમને વૈશ્વિક ડિઝાઇન અને ઉત્પાદન પદ્ધતિઓ અંગે સારી સમજ મળી અને બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવાનો તેમનો નિર્ણય વધુ મજબૂત થયો. તેઓ જલ્દી જ કાર્નેગી મેલોન યુનિવર્સિટી, પિટ્સબર્ગમાં તેમની શૈક્ષણિક સફર આગળ વધારવાની યોજના ધરાવે છે.
અદિતની કહાની શૈક્ષણિક દૃઢતા સાથે રમતગમત અને વિદ્યાર્થી નેતૃત્વ પ્રત્યેની તેમની ગંભીર પ્રતિબદ્ધતાને સુંદર રીતે સંતુલિત કરતી છે. એક સ્પર્ધાત્મક તરવૈયા તરીકે તેમણે અનેક ઇન્ટર-આઇઆઈટી સ્પર્ધાઓમાં આઇઆઈટી ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કર્યું અને રાષ્ટ્રીય સ્તરે પદકો પણ જીત્યા છે. તેઓ કહે છે, “આઇઆઈટીજીએન સમુદાય તરફથી મળેલા સહકારનો કોઈ મુકાબલો નથી. દરેક જીતે મને ઓળખ, પુરસ્કાર અને સારું સાધન મળવા માટે પ્રોત્સાહન આપ્યું.”
વ્યક્તિગત સિદ્ધિઓથી આગળ વધી, અદિતે સ્પોર્ટ્સ સેક્રેટરી તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જ્યાં તેમણે આઇઆઈટીજીએનના ઇતિહાસમાં પ્રથમ વખત જનરલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું, એક કેમ્પસ વ્યાપી રમતગમતનું કાર્યક્રમ, જેના દ્વારા સંસ્થાની રમતગમત સંસ્કૃતિમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો. અનેક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું સરળ ન હતું. “ઇન્ટર-આઇઆઈટી દરમિયાન, તરવું અને અભ્યાસ પ્રાથમિકતા હતા. કાર્યક્રમ આયોજન વખતે, હું માત્ર એ ભૂમિકામાં સંપૂર્ણ અભિપ્રેરિત રહેતો. જે ક્ષણે જે મહત્વપૂર્ણ હોય, એને પૂરું માન આપવું જરૂરી છે,” અદિત સમજાવે છે.
રસપ્રદ વાત એ છે કે JEEની તૈયારી દરમિયાન COVID-19 મહામારીને કારણે અદિતને સ્પર્ધાત્મક સ્વિમિંગનો ત્યાગ કરવો પડ્યો, પરંતુ તેમણે સામાન્ય કસરત દ્વારા રમતગમત સાથે જોડાણ જાળવ્યું, જેને કારણે તેમના ધ્યાનમાં એકાગ્રતા રહી. આઇઆઈટીજીએનમાં પરત ફરીને તેમણે ફરીથી પોતાનો સ્પર્ધાત્મક ઉત્સાહ જીવંત કર્યો.
અદિત સ્વીકાર કરે છે કે શરૂઆતમાં તેમને નવા આઈઆઈટીમાં જોડાવા અંગે સંકોચ હતો, પરંતુ હવે તેઓ આનંદિત છે કે તેમનો અનુભવ આશાતીત રહ્યો. તેઓ કહે છે, “મને ડર હતો કે કદાચ અહીં જૂની આઈઆઈટી જેવી તકો નહીં મળે. પણ હવે પાછળ નજર કરું છું તો અનુભવું છું કે આઈઆઈટી ગાંધીનગરએ મને બધું આપ્યું, શૈક્ષણિક, સંશોધન, ખેલ, નેતૃત્વ અને વર્ગ બહારનો અનુભવ. હું વિવિધ રસમાં શોધખોળ કરી શક્યો અને ભવિષ્ય માટે સજાગ પસંદગીઓ કરી શક્યો.”
તેમના ચાર વર્ષના સમયગાળાની યાદોને જોતા, અદિત માટે કોઈ એક નિર્ણાયક ક્ષણ પસંદ કરવી મુશ્કેલ છે, તેમ છતાં ઇન્ટર-આઈઆઈટી સ્પર્ધામાં જીતેલો તેમનો પહેલો ગોલ્ડ મેડલ અને પછીની ઉજવણી ખાસ અને તેમના દિલની ખૂબ નજીક છે. ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે તેમનો સંદેશ સરળ અને ઊંડો છે: “તમારી પાસે જે છે અને જ્યાં છો, એમાં શ્રેષ્ઠ કરો. તમે બધું નિયંત્રિત કરી શકતા નથી, પણ જે તમારી સામે છે, તેનો વધુમાં વધુ લાભ લઈ શકો છો.”
અદિત હવે કાર્નેગી મેલન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, લોસ એન્જેલિસમાંથી મળેલા માસ્ટર્સ ઓફર્સ અંગે વિચાર કરી રહ્યા છે. તેઓ હવે તેમની આગલી સફર પૂર્ણ કરીને એક નવો અધ્યાય શરૂ કરવાની તૈયારીમાં છે, તેઓ એક એવી વારસાગાથા પાછળ છોડી જઈ રહ્યા છે, જે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, સંશોધન નવીનતા, રમતગમતની સ્પર્ધાત્મકતા અને નેતૃત્વને જોડે છે, જે ૨૧મી સદીના અસલ ઇજનેરો માટે આદર્શ છે.
(Release ID: 2140467)