સંરક્ષણ મંત્રાલય
એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
01 JUL 2025 11:44AM by PIB Ahmedabad
એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ 01 જુલાઈ 25ના રોજ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે.
35 વર્ષથી વધુની કારકિર્દીમાં એર માર્શલે અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ નિમણૂકો સંભાળી છે, જેમાં ફોરવર્ડ બેઝના સિનિયર એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર, કોંગોમાં યુએન મિશનમાં IAF પ્રતિનિધિ, એર ફોર્સ એક્ઝામિનર, મેજર ફ્લાઈંગ સ્ટેશનના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, બે ઓપરેશનલ કમાન્ડમાં કમાન્ડ વર્ક્સ ઓફિસર અને કમાન્ડ પર્સનલ સ્ટાફ ઓફિસર, એર ઓફિસર કમાન્ડિંગ એન ઇક્વિપમેન્ટ ડેપો, એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ ધ એર સ્ટાફ (એર ફોર્સ વર્ક્સ) અને ઓપરેશનલ કમાન્ડના સિનિયર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. વર્તમાન નિમણૂક સંભાળતા પહેલા, એર માર્શલ એર હેડક્વાર્ટરમાં ડાયરેક્ટર જનરલ (એડમિનિસ્ટ્રેશન) હતા. એર ઓફિસર વિશિષ્ટ સેવા મેડલ મેળવેલો છે.

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2141052)