પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

GST એક સીમાચિહ્નરૂપ સુધારા તરીકે ઉભરી આવ્યું છે જેણે ભારતના આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે: પીએમ

Posted On: 01 JUL 2025 3:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે GST લાગુ થયાના આઠ વર્ષ પછી, તે એક સીમાચિહ્નરૂપ સુધારા તરીકે ઉભરી આવ્યું છે જેણે ભારતના આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે. "અનુપાલન બોજને ઘટાડીને, તેણે વ્યવસાય કરવાની સરળતામાં ઘણો સુધારો કર્યો છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે", શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

"લાગુ થયાનાં આઠ વર્ષ પછી, GST એક સીમાચિહ્નરૂપ સુધારા તરીકે ઉભરી આવ્યું છે જેણે ભારતના આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે.

પાલન બોજ ઘટાડીને, તેણે વ્યવસાય કરવાની સરળતામાં ઘણો સુધારો કર્યો છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે.

GST એ આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન તરીકે પણ સેવા આપી છે, જ્યારે ભારતના બજારને એકીકૃત કરવાની આ યાત્રામાં રાજ્યોને સમાન ભાગીદાર બનાવીને સાચા સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપ્યું છે."

AP/IJ/GP/JD


(Release ID: 2141196)