નાણા મંત્રાલય
DFS 01.07.2025થી 30.09.2025 સુધી તમામ જિલ્લાઓમાં ગ્રામ પંચાયત (GP) અને શહેરી સ્થાનિક સંસ્થા (ULB) સ્તરે નાણાકીય સમાવેશ (FI) યોજનાઓના સંતૃપ્તિ માટે 3 મહિનાનું અભિયાન શરૂ કર્યું
ઝુંબેશના મુખ્ય ધ્યેયોમાં PMJDY હેઠળ બેંક ખાતાઓ ખોલવા; PMJJBY, PMSBY, APY હેઠળ નોંધણીમાં વધારો; ડિજિટલ છેતરપિંડી નિવારણ પર જાગૃતિ સત્રો
Posted On:
01 JUL 2025 6:38PM by PIB Ahmedabad
ગ્રામ પંચાયત (GP) અને શહેરી સ્થાનિક સંસ્થા (ULB) સ્તરે નાણાકીય સમાવેશ (FI) યોજનાઓના સંતૃપ્તિ માટે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશભરમાં 33 સ્થળોએ લોન્ચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, SLBC કન્વીનરો, બેંકરો અને લાભાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દિલ્હી ખાતે નાણાકીય સમાવેશ ઝુંબેશ
આ ઝુંબેશ 01.07.2025 થી 30.09.2025 (3 મહિના) સુધી ચાલશે. જેમાં દેશના તમામ 2.70 લાખ ગ્રામ પંચાયતો અને ULB આવરી લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ઝુંબેશમાં નીચેની પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવશે:
- બધા બચત બેંક ખાતાધારકોનું ફરીથી KYC (જ્યાં બાકી હોય)
- PMJDY હેઠળ બેંકિંગ સાથે ન જોડાયેલા પુખ્તોના બેંક ખાતાઓ ખોલવા
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY) હેઠળ નોંધણી
- ડિજિટલ છેતરપિંડી નિવારણ અને દાવો ન કરાયેલી થાપણ અને ફરિયાદ નિવારણ કેવી રીતે મેળવવી તે અંગે જાગૃતિ સત્રો
- ખાતાઓમાં નામાંકન અપડેટ કરવાની સુવિધા (જ્યાં બાકી હોય)

બારગઢ, ઓડિશા ખાતે નાણાકીય સમાવેશ ઝુંબેશ
સંતૃપ્તિ ઝુંબેશના પહેલા દિવસે, દેશભરના 2087 ગ્રામ પંચાયતોમાં શિબિરો યોજાઈ હતી. શિબિરોને દેશભરના લાભાર્થીઓ તરફથી ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો.
AP/IJ/GP/JD
(Release ID: 2141347)