પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ઘાનાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા
प्रविष्टि तिथि:
02 JUL 2025 8:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઘાનાની તેમની સત્તાવાર મુલાકાતે અક્રામાં પહોંચ્યા. એરપોર્ટ પર આગમન સમયે, પ્રધાનમંત્રીનું સ્વાગત ઘાનાના રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામા દ્વારા કરવામાં આવ્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ સન્માન બંને દેશો વચ્ચેના મજબૂત અને ઐતિહાસિક મિત્રતાના બંધનનું પ્રતિબિંબ છે.
પ્રધાનમંત્રીની ઘાનાની મુલાકાત છેલ્લા ત્રણ દાયકામાં આવી પહેલી મુલાકાત છે. આ ઐતિહાસિક મુલાકાત ભારત અને ઘાના વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને આફ્રિકા અને ગ્લોબલ સાઉથ પાર્ટનર્સ સાથેના તેના જોડાણને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકશે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2141660)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam