શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે


તા. 4, 5 અને 6 જુલાઈ 2025ના રોજ કરશે રાજકોટ અને પોરબંદર જિલ્લાની મુલાકાત

રાજકોટ ખાતે રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશન દ્વારા આયોજિત ‘ઔદ્યોગિક સંવાદ’ અને ‘MSMEની IC યોજના અંતર્ગત ચેક વિતરણ’ કાર્યક્રમ ખાતે હાજરી

Posted On: 03 JUL 2025 8:54PM by PIB Ahmedabad

11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.4, 5 અને 6 જુલાઈના રોજ રાજકોટ અને પોરબંદરના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. 04 જુલાઈ 2025, શુક્રવારના રોજ સાંજે 6-00 વાગ્યે રવજીભાઈ પટેલ ઓડીટોરીયમ, રાજકોટ ખાતે રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશન દ્વારા આયોજિત ઔદ્યોગિક સંવાદ અને MSMEની IC યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ ખાતે હાજરી આપશે.

તા. 05 જુલાઈ 2025, શનિવારના રોજ સવારે 10-00 વાગ્યે ભાયાવદર સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાયાવદર નગરપાલિકા દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વાર રૂ.10.50 કરોડના વિકાસના કામોનું ખાતમુહુર્ત કરશે. ત્યારબાદ બપોરે 03-00 વાગ્યે કુતિયાણા તાલુકાના બાલોચ ગામની મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે 03-45 વાગ્યે રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામની મુલાકત કરશે. ત્યારબાદ બપોરે 04-30 વાગ્યે પોરબંદર રાજપુત સમાજ હોલ, વાડી પ્લોટ ખાતે માર્ગ અને મકાન વિભાગના વિકાસના કામોનું ખાતમુહુર્તકરશે. ત્યારબાદ સાંજે 05-30 વાગ્યે પોરબંદર રેલ્વે સ્ટેશનની મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 7-30 વાગ્યે પોરબંદર શહેર વોર્ડ નં.3 પરેશ નગર, દત્ત સાઈ સ્કુલ વાળી ગલી ખાતે ખાટલા બેઠક કરશે.

તા.06 જુલાઈ 2025, રવિવારના રોજ સવારે 09-00 થી સાંજે 04-00 વાગ્યા સુધી ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે 11-લોકસભા વિસ્તારના લોક પ્રશ્નો સાંભળશે તેમજ સરપંચશ્રીઓ સાથે  શુભેચ્છા મુલાકાત/બેઠક કરશે.

 


(Release ID: 2141959)