ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
UIDAI એ જૂન મહિનામાં લગભગ 230 કરોડ આધાર પ્રમાણીકરણ વ્યવહારો રેકોર્ડ કર્યા, જે પાછલા વર્ષ કરતાં 7.8 ટકાનો વધારો દર્શાવે છે
જૂન મહિનામાં ફેસ ઓથેન્ટિકેશનની સંખ્યા 15.87 કરોડ પર પહોંચી, જે દર્શાવે છે કે AI-સંચાલિત આઈડેન્ટિટી વેરિફિકેશનનો ઝડપી સ્વીકાર થયો છે
જૂન 2025માં 39 કરોડથી વધુ ઈ-કેવાયસી વ્યવહારો થયા, આધારથી જીવન અને વ્યવસાયને સરળ બનાવવામાં મદદ મળી છે
Posted On:
03 JUL 2025 6:17PM by PIB Ahmedabad
જૂન 2025માં આધાર નંબર ધારકોએ 229.33 કરોડ પ્રમાણીકરણ વ્યવહારો કર્યા હતા, જે આ વર્ષના પાછલા મહિના અને પાછલા નાણાકીય વર્ષના સમાન મહિના કરતા વધુ છે. આ વૃદ્ધિ આધારના વ્યાપક ઉપયોગ અને ઉપયોગિતા અને દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસને રેખાંકિત કરે છે.
આ સાથે જ આ પ્રકારના વ્યવહારોની સંચિત સંખ્યા શરૂઆતથી અત્યાર સુધીમાં 15,452 કરોડને વટાવી ગઈ છે. જૂન 2025માં પ્રમાણીકરણ વ્યવહારો જૂન 2024માં નોંધાયેલા આવા વ્યવહારો કરતા લગભગ 7.8 ટકા વધુ છે.
આ વધતો વ્યવહાર દર્શાવે છે કે કઈ રીતે આધારના માધ્યમથી કરવામાં આવતા પ્રમાણીકરણ અસરકારક કલ્યાણકારી વિતરણ અને સેવા પ્રદાતાઓ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ સેવાઓનો સ્વૈચ્છિક ઉપયોગ માટે સુવિધા આપનારની ભૂમિકા ભજવી રહ્યું છે. તે લાખો લોકો માટે 'જીવનની સરળતા'નો મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે.
UIDAI દ્વારા ઇન-હાઉસ વિકસાવવામાં આવેલા AI/ML આધારિત આધાર ફેસ ઓથોન્ટિકેશન સોલ્યુશન્સમાં પણ સતત વધારો જોવા મળ્યો. જૂન 2025માં, 15.87 કરોડ ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જે ગયા વર્ષે સમાન મહિનામાં 4.61 કરોડ ટ્રાન્ઝેક્શન હતા.
અત્યાર સુધીમાં લગભગ 175 કરોડ ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. આ ચકાસણીની આ પદ્ધતિનો વધતો ઉપયોગ અને આધાર નંબર ધારકો માટે તેના ફાયદા સૂચવે છે.
આ AI-આધારિત ફેસ ઓથેન્ટિકેશન મોડ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર કાર્ય કરે છે. તે વપરાશકર્તાઓને ફક્ત ફેસ સ્કેન દ્વારા તેમની ઓળખ ચકાસવા માટે સક્ષમ બનાવે છે, કડક સુરક્ષા ધોરણો જાળવી રાખીને સુવિધા સુનિશ્ચિત કરે છે.
સરકારી મંત્રાલયો અને વિભાગો, નાણાકીય સંસ્થાઓ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ટેલિકોમ સેવા પ્રદાતાઓ સહિત 100થી વધુ સંસ્થાઓ લાભો અને સેવાઓની સરળ ડિલિવરી માટે ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી રહી છે.
તેવી જ રીતે, જૂન મહિનામાં 39.47 કરોડથી વધુ ઇ-કેવાયસી વ્યવહારો કરવામાં આવ્યા હતા. આધાર ઇ-કેવાયસી સેવા બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સેવાઓ સહિત અન્ય ક્ષેત્રોમાં ગ્રાહક અનુભવ અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2142140)