પ્રધાનમંત્રીનું કાર્યાલય
રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ બોલિવિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
Posted On:
07 JUL 2025 9:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટ દરમિયાન બોલિવિયાના બહુરાષ્ટ્રીય રાજ્યના રાષ્ટ્રપતિ, મહામહિમ લુઈસ આર્સ કેટાકોરા સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી અને પ્રાપ્ત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મહત્વપૂર્ણ ખનિજો, વેપાર અને વાણિજ્ય, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને UPI, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, પરંપરાગત દવા, નાના અને મધ્યમ ઉદ્યોગો, તાલીમ અને ક્ષમતા નિર્માણમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ મહત્વપૂર્ણ ખનિજો ક્ષેત્રમાં સહયોગ વધારવા અને ક્ષેત્રમાં ટકાઉ અને પરસ્પર ફાયદાકારક ભાગીદારી વિકસાવવાની સંભાવનાને ઓળખી હતી. તેમણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિકાસ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ અને ITEC શિષ્યવૃત્તિ કાર્યક્રમો હેઠળ ક્ષમતા નિર્માણ પહેલનો સમાવેશ થાય છે.
માર્ચ-એપ્રિલ 2025માં લાઝ પાઝ અને દેશના અન્ય ભાગોમાં આવેલા ભયંકર પૂરને પગલે પ્રધાનમંત્રીએ બોલિવિયાના લોકો સાથે એકતા વ્યક્ત કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં જોડાવા બદલ બોલિવિયાને અભિનંદન પણ આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ 6 ઓગસ્ટ 2025ના રોજ દેશની સ્વતંત્રતાના 200 વર્ષ પૂર્ણ થવાના દ્વિશતાબ્દી ઉજવણી પ્રસંગે બોલિવિયાના લોકો અને સરકારને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2143004)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam