નાણા મંત્રાલય
બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યા નથી : નાણાકીય સેવાઓ વિભાગ, નાણાં મંત્રાલય
प्रविष्टि तिथि:
08 JUL 2025 4:17PM by PIB Ahmedabad
નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલોના સંદર્ભમાં, નાણાકીય સેવાઓ વિભાગે કહ્યું છે કે, તેણે બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવાનું કહ્યું નથી.
જન ધન યોજના ખાતાઓ, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓને વધુ સારી રીતે અપનાવવા માટે DFS દ્વારા 1 જુલાઈથી ત્રણ મહિનાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન બેંકો તમામ બાકી ખાતાઓનું ફરીથી KYC પણ કરશે. DFS સતત નિષ્ક્રિય PMJDY ખાતાઓની સંખ્યા પર નજર રાખે છે અને બેંકોને સલાહ આપે છે કે તેઓ તેમના ખાતાઓને કાર્યરત બનાવવા માટે સંબંધિત ખાતાધારકોનો સંપર્ક કરે. PMJDY ખાતાઓની કુલ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને નિષ્ક્રિય PMJDY ખાતાઓને મોટા પાયે બંધ કરવાની કોઈ ઘટના વિભાગના ધ્યાનમાં આવી નથી.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2143128)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam