સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય ડાક વિભાગની સેવાઓ વધુ હાઈટેક બનશે, પોસ્ટ ઓફિસોમાં IT આધુનિકીકરણ - 2.0 શરૂ કરવામાં આવ્યું - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
IT આધુનિકીકરણ-2.0 એ 'ડિજિટલ ઇન્ડિયા' અને 'કેશલેસ ઇન્ડિયા' તરફ ડાક વિભાગનું 'ગ્રાહકલક્ષી' પગલું છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
IT આધુનિકીકરણ - 2.0 હેઠળ, ગ્રાહકો પોસ્ટ ઓફિસમાં QR કોડ સ્કેન કરીને UPI આધારિત ડિજિટલ ચુકવણી કરી શકશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
08 JUL 2025 7:37PM by PIB Ahmedabad
ડાક વિભાગ તેની સેવાઓને વધુ અદ્યતન બનાવવા માટે હાઈટેક બનાવી રહ્યું છે. આ ક્રમમાં, ડાક વિભાગે IT આધુનિકીકરણ-2.0 અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે 'ડિજિટલ ઇન્ડિયા' અને 'કેશલેસ ઇન્ડિયા' તરફ ડાક વિભાગનું આ 'ગ્રાહકલક્ષી' પગલું છે, જેના દ્વારા શહેરો તેમજ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત શાખા પોસ્ટ ઓફિસોને હાઇટેક બનાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, ડાક વિભાગની તમામ વહીવટી કચેરીઓ, પોસ્ટ ઓફિસો, રેલ્વે પોસ્ટલ સર્વિસીસ APT 2.0 પોર્ટલ પર કામ કરશે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં પ્રથમ તબક્કામાં, મહેસાણા, રાજકોટ અને નવસારી પોસ્ટલ ડિવિઝન અને તમામ રેલ્વે પોસ્ટલ સર્વિસીસ ડિવિઝનની પોસ્ટલ સેવાઓને 8 જુલાઈ 2025ના રોજ APT 2.0 પોર્ટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. 22.07.2025થી બાકીના 23 પોસ્ટલ ડિવિઝનમાં પણ APT 2.0 પોર્ટલ પર કામ શરૂ થશે. IT 2.0 લાગુ કરતા પહેલા, ગુજરાત પોસ્ટલ સર્કલના 26,000થી વધુ કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી. ઓગસ્ટ 2025 સુધીમાં, દેશની તમામ પોસ્ટ ઓફિસો IT આધુનિકીકરણ -2.0 હેઠળ કામ કરવાનું શરૂ કરશે.
3N5D.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ફોરેન પોસ્ટ ઓફિસ, અમદાવાદ અને રેલ્વે મેઇલ સર્વિસ ઓફિસમાં IT આધુનિકીકરણ 2.0 લોન્ચ કર્યું. તે જ સમયે, ગુજરાતના રાજકોટ અને મહેસાણા ડિવિઝનમાં તેના લોન્ચ પ્રસંગે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી. શ્રી યાદવે માહિતી આપી કે APT 2.0 પહેલા, ડાક વિભાગમાં તમામ પ્રકારની ડાક સેવાઓ SAP અને દર્પણ 2.0 સોફ્ટવેર દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. SAP એ એક ખાનગી કંપની દ્વારા વિકસાવવામાં આવેલ સોફ્ટવેર છે, જ્યારે દર્પણ 2.0 એ ડાક વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ એપ્લિકેશન છે. IT Modernization-2.0 હેઠળ, ટપાલ વિભાગના સેન્ટર ફોર એક્સેલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી (CEPT), મૈસુર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ APT 2.0 વિવિધ સોફ્ટવેરમાં થઈ રહેલા કાર્યને જોડીને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી ડાક કર્મચારીઓ માટે કામ કરવાનું ખૂબ જ સરળ બનશે અને ગ્રાહકોને ઝડપી સેવા પણ મળશે. હવે ગ્રાહકો QR કોડ સ્કેન કરીને UPI આધારિત ડિજિટલ ચુકવણી કરી શકશે. APT 2.0માં ઘણી નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેમાં પોસ્ટલ ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે પોસ્ટમેનના ડાક ડિલિવરી કાર્યને GPS સાથે લિંક કરવું, OTP આધારિત ડિલિવરી સિસ્ટમ શરૂ કરવી, પોસ્ટના રિટેલ અને કોન્ટ્રાક્ટેડ ગ્રાહકો માટે ડાક સેવા એપ દ્વારા કોઈપણ સુવિધા માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પૂરું પાડવું, તેમના માટે ઓછા દરે પિકઅપ સેવા પૂરી પાડવી, સિંગલ વિન્ડો પ્લેટફોર્મ દ્વારા બધી શાખા પોસ્ટ ઓફિસોને વધુ આધુનિક અને સરળ એપ્લિકેશન પૂરી પાડવી વિગરે સામેલ છે. ભવિષ્યમાં, ડિજીપીન (નવી પિન કોડ સિસ્ટમ) પણ તેમાં સમાવવામાં આવશે.
LREL.jpeg)
આ પ્રસંગે સીનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ શ્રી ચિરાગ મહેતા, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ કે વર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી એમ એમ શેખ, શ્રી રિતુલ ગાંધી, શ્રી વારિસ વ્હોરા, મેનેજર શ્રી એન જી રાઠોડ, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પ્રેયલ શાહ, રિઝવાન શેખ, એસ એન ઘોરી, જિનેશ પટેલ, રમેશ પટેલ, રોનક શાહ, ભાવિન પ્રજાપતિ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર સોનલ દેસાઇ, પાયલ પટેલ, વિજય રાઠોડ, યોગેન્દ્ર રાઠોડ, ફોરેન પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર વિશાલ પુરોહિત, ચિરાયુ વ્યાસ, અવિનાશ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.
(Release ID: 2143219)