માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય યુનિવર્સિટીઓનું બે દિવસીય કુલપતિઓનું સંમેલન 10-11 જુલાઈ 2025ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાશે
શૈક્ષણિક પરિવર્તનના પ્રેરક તરીકે કેન્દ્રીય યુનિવર્સિટીઓની ભૂમિકા અને વિકસિત ભારત@2047માં તેમના યોગદાન પર કેન્દ્રિત સંમેલન
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવા અને ભવિષ્યના દિશા નિર્ધારિત કરવાના હુતસર સંમેલન
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુખ્ય વિષયો પર કેન્દ્રિત સત્રો પર ચર્ચા થશે
Posted On:
09 JUL 2025 11:44AM by PIB Ahmedabad
શિક્ષણ મંત્રાલય 10-11 જુલાઈ 2025 દરમિયાન ગુજરાતના કેવડિયા ખાતે કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસીય પરિષદનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, માનનીય શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. સુકાંત મજુમદાર અને શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020)ના અમલીકરણના પાંચ વર્ષનાં ભાગ રૂપે 29 જુલાઈ 2025ના રોજ યોજાનારી આ પરિષદ, સંસ્થાકીય પ્રગતિની સમીક્ષા કરવા અને સામૂહિક રીતે આગળનો માર્ગ નક્કી કરવા માટે કેન્દ્રીય યુનિવર્સિટીઓના વડાઓને એકસાથે લાવશે. બે દિવસીય ચર્ચાઓમાં ત્રણ મુખ્ય ક્ષેત્રોને વ્યાપકપણે આવરી લેવાની અપેક્ષા છે:
- વ્યૂહાત્મક સંરેખણ: ખાતરી કરવી કે કેન્દ્રીય યુનિવર્સિટીઓ નીતિના આગામી તબક્કાના લક્ષ્યો સાથે સંરેખિત છે.
- પીઅર લર્નિંગ અને જ્ઞાન વિનિમય: સંસ્થાકીય નવીનતાઓ, સક્ષમ વાતાવરણ અને સહિયારા પડકારો પર શૈક્ષણિક નેતાઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવું.
- ભવિષ્યનું આયોજન અને તૈયારી: આગામી નીતિગત લક્ષ્યો, નિયમનકારી ફેરફારો અને 2047ના વૈશ્વિક શૈક્ષણિક લેન્ડસ્કેપ માટે સંસ્થાઓને તૈયાર કરવી.
આ પરિષદમાં બે દિવસમાં દસ વિષયોના સત્રો દ્વારા ઉચ્ચ શિક્ષણના મુખ્ય પાસાઓ - શીખવવું/શીખવું, સંશોધન અને શાસન - પર ચર્ચા કરવામાં આવશે, જે NEP 2020ના મુખ્ય સ્તંભો - સમાનતા, જવાબદારી, ગુણવત્તા, સુલભતા અને પોષણક્ષમતા સાથે સુસંગત હશે. જેમાં સામેલ છે:
- ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ (FYUP) પર કેન્દ્રિત NHEQF/NCrFની સમજ અને અમલીકરણ
- કાર્યનું ભવિષ્ય - ભવિષ્યની નોકરીની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમોનું સંરેખણ
- ડિજિટલ શિક્ષણ - સ્વયં, સ્વયં પ્લસ, આપાર, ક્રેડિટ ટ્રાન્સફર પર ધ્યાન કેન્દ્રિત
- યુનિવર્સિટી ગવર્નન્સ સિસ્ટમ – સમર્થ
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવું - સમાવિષ્ટ અને સમાન વાતાવરણને પ્રોત્સાહન આપવું.
પીએમ વિદ્યા લક્ષ્મી, એક રાષ્ટ્ર એક સભ્યપદ
- ભારતીય ભાષાઓ અને ભારતીય જ્ઞાન પ્રણાલીઓમાં શિક્ષણ, ભારતીય ભાષા પુસ્તક યોજના
- ANRF, CoE, PMRF સહિત સંશોધન અને નવીનતા
- રેન્કિંગ અને માન્યતા પ્રણાલીઓ
- ભારતમાં અભ્યાસ સહિત આંતરરાષ્ટ્રીયકરણ
- ફેકલ્ટી વિકાસ - માલવિયા મિશન શિક્ષક તાલીમ કાર્યક્રમ
ભાગ લેતી સંસ્થાઓમાં દિલ્હી યુનિવર્સિટી, હરિયાણા સેન્ટ્રલ યુનિવર્સિટી, આસામ યુનિવર્સિટી, હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીર, વિશ્વભારતી, રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિવાસી યુનિવર્સિટી (IGNTU), સિક્કિમ યુનિવર્સિટી, ત્રિપુરા યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU), અલ્હાબાદ યુનિવર્સિટી અને ઘણી અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
NEP 2020, 2040 સુધીમાં ભારતના ઉચ્ચ શિક્ષણના લેન્ડસ્કેપને બદલવા માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તે ગતિશીલ, બહુ-શાખાકીય સંસ્થાઓની કલ્પના કરે છે. જે શોધ, સહયોગ અને વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપે છે. આ દ્રષ્ટિકોણને અનુરૂપ અને વિવિધ હિસ્સેદારો વચ્ચે સુમેળ બનાવવા માટે, વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ ઉત્પન્ન કરશે, સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત બનાવશે અને NEP 2020ના અમલીકરણના આગામી તબક્કા માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. આ પરિષદના પરિણામો ભારતમાં ઉચ્ચ શિક્ષણના ભવિષ્યને આકાર આપવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના રાષ્ટ્રના સામૂહિક દ્રષ્ટિકોણને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2143350)