ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની હાજરીમાં રાજકોટ ખાતે 16મો રોજગાર મેળો યોજાયો.

Posted On: 12 JUL 2025 4:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ અને "રોજગારીનું સર્જન અને યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાના" તેમના સંકલ્પને સાકાર કરતા, આજે દેશમાં 47 સ્થળોએ 16મો રાષ્ટ્રીય રોજગાર મેળો ભવ્ય રીતે યોજવામાં આવ્યો. પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા રાજકોટ ખાતે આયોજિત રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે શ્રીમતી નિમુબેન બાંભણીયાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવીન વિચારો અને યોજનાઓને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવતા કહ્યું કે, રોજગાર મેળા ફક્ત રોજગાર પૂરો પાડવાનું સાધન નથી, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવા ભારતની કલ્પનાનું પ્લેટફોર્મ છે, જ્યાં યુવાનો આત્મવિશ્વાસ, દેશભક્તિ અને આત્મનિર્ભરતા સાથે પોતાના જીવનની નવી શરૂઆત કરે છે. કાર્યક્રમ 'વિકસિત ભારત 2047' તરફ એક નિર્ણાયક પગલું છે.”

85થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપતા, શ્રીમતી નીમુબેન બાંભણિયાજીએ કહ્યું કે સરકારી સેવાઓ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં લાયક અને પ્રતિભાશાળી યુવાનોને ભાગીદાર બનાવવાનો સરકારનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે રેલવે, પોસ્ટ અને બેંક જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં નિયુક્ત યુવાનો હવે દેશની સેવા કરવાની જવાબદારી સંભાળશે.

કાર્યક્રમમાં આવેલા સેંકડો યુવાનોનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને દેશભક્તિ દર્શાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મંત્ર "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ" આજે દરેક યુવાનોના મનમાં એક સંકલ્પ બની ગયો છે. યુવાનોની આંખોમાં સપના અને તેમના હૃદયમાં રાષ્ટ્ર સેવાનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.

નવ નિયુક્ત ઉમેદવારોને તેમની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવતા શ્રીમતી નીમુબેન બાંભણીયાજીએ કહ્યું, "હું ફક્ત યુવા સાથીદારોને નહીં પરંતુ તેમના માતાપિતાને પણ અભિનંદન આપું છું, જેમના સમર્થન અને મૂલ્યોએ તેમને આજે પદ પર પહોંચાડ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે યુવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની સેવાને પોતાની પ્રાથમિકતા બનાવશે અને આગામી વર્ષોમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."

પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી માધવભાઈ દવે, ડી.આર.એમ. શ્રી અશ્વિની કુમાર અને .ડી.આર.એમ. શ્રી કૌશલકુમાર ચૌબે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

AP/IJ/NP/GP/JD


(Release ID: 2144240)