ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

તળાજાના શ્રી લોકનિકેતન ટ્રસ્ટ-બેલા સંસ્થા દ્વારા ચતુર્વિધ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો


શ્રી લોકનિકેતન ટ્રસ્ટ-બેલા સંસ્થા દ્વારા કોદાળી થી કોમ્પ્યુટર સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. : શ્રીમતી નિમુબેન બાંભણિયા

Posted On: 14 JUL 2025 7:04PM by PIB Ahmedabad

શ્રી લોકનિકેતન ટ્રસ્ટ-બેલા સંસ્થા દ્વારા આયોજિત ચતુર્વિધ કાર્યક્રમ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય-ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ ચતુર્વિધ કાર્યક્રમમાં આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનું વિશેષ સન્માન, સંસ્થાના પોષક વિસ્તારનાં નવનિયુક્ત સરપંચશ્રીઓનું સન્માન, જીવામૃત-ઘનજીવામૃત એકમનું ઉદ્ઘાટન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે શ્રીમતી નિમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે શાળા ગીતની એક એક પંક્તિમાં શાળાની કાર્યશૈલીના દર્શન થાય છે. જે સંસ્થાની ઊર્જા અને તાકાત દર્શાવે છે. સંસ્થાની કામગીરીને મંત્રીશ્રી એ બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ સંસ્થામાં કોદાળી થી કોમ્પ્યુટર સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વધુમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના "એક પેડ માં કે નામ" અભિયાન દ્વારા થઈ રહેલા વૃક્ષારોપણ અંગે જણાવ્યું હતું. અંતે નવનિયુક્ત સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેન્દ્રસિંહ પઢેરીયા, આગેવાનશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, સંસ્થાના આગેવાન શ્રી મનહરભાઈ ઠાકર એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

સંસ્થાના મોભી શ્રી જીજીભાઈ ચૌહાણે અહિયા અપાતી મૂલ્ય નિષ્ઠ કેળવણી અંગે વાત કરી. આ તકે સ્વાગત પ્રવચન આચાર્ય શ્રી ઉત્તમ ભાઈ દહિયા એ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલકથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી વિપુલ જોશી અને સંસ્થાનો પરિચય કુ. રિધ્ધી મકવાણા એ આપ્યો હતો. સંસ્થા પરિવારનાં અગ્રણીઓ, ગ્રામજનો સહિત શાળાના શિક્ષકો, પરિવારજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

AP/IJ/GP/JD


(Release ID: 2144639)