સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ડીજીઆર ભૂતપૂર્વ સૈનિકો માટે વિશિષ્ટ રોજગાર મેળાનું આયોજન કરશે

Posted On: 16 JUL 2025 4:50PM by PIB Ahmedabad

ભૂતપૂર્વ સૈનિકોના નાગરિક કાર્યબળમાં પુનઃ એકીકરણને સશક્ત બનાવવા અને ટેકો આપવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ (MoD)ના ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ (DGR) 25 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યાથી છત્રપતિ શિવાજી ઓડિટોરિયમ, અમદાવાદ મિલિટરી સ્ટેશન, અમદાવાદ (ગુજરાત) ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન કરી રહ્યું છે.

આ રોજગાર મેળો ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના ભૂતપૂર્વ સૈનિકોને સુરક્ષા, આઇટી, વહીવટ, લોજિસ્ટિક્સ, આરોગ્યસંભાળ, વહીવટ અને એન્જિનિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રોના કોર્પોરેટ અને ઉદ્યોગના અગ્રણી નોકરીદાતાઓ સાથે જોડવા માટે એક સમર્પિત પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.

આ પહેલ ભૂતપૂર્વ સૈનિકોના પુનર્વસન અને કલ્યાણ પ્રત્યે ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ (MoD) ની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તેઓ તેમના શિસ્ત, નેતૃત્વ અને તકનીકી કુશળતા માટે ઓળખાય છે - જે કૌશલ્યો નાગરિક રોજગાર બજારમાં ખૂબ મૂલ્યવાન છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન DGR સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ ભૂતપૂર્વ સૈનિકો માટે 18 રોજગાર મેળાઓનું આયોજન કરશે.

ભૂતપૂર્વ સૈનિકોને એવા ભરતીકારો સમક્ષ તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે જેઓ ભૂતપૂર્વ સૈનિકો કાર્યબળમાં જે અનન્ય મૂલ્ય લાવે છે તે સમજે છે અને તેની પ્રશંસા કરે છે. નોંધણી પર નોકરીદાતાઓને સમર્પિત, કુશળ અને મિશન-રેડી વ્યાવસાયિકોના સમૂહના રિઝ્યુમ સુધી નિઃશૂલ્ક પહોંચ મળશે. (Can be simplified) નોકરીદાતાઓ નોકરી મેળા દરમિયાન ઇન્ટરવ્યુ અને અગાઉ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી માટે આયોજન કરી શકે છે.

નોકરીદાતાઓ અને ભૂતપૂર્વ સૈનિકો www.esmhire.com પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે જે ફક્ત ભૂતપૂર્વ સૈનિકો માટે જ એક Al-સંચાલિત જોબ પ્લેટફોર્મ છે. નોંધણી માટેની લિંક DGR વેબસાઇટ www.dgrindia.gov.in પર જોબ ફેર બટન હેઠળ પણ ઉપલબ્ધ છે. નોંધણી હવે શરૂ થઈ ચૂકી છે અને ESM અને નોકરીદાતાઓ માટે મફત છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો:

જોઈન્ટ ડિરેક્ટર, DRZ(S): drzspne@desw.gov.in | ફોન: 020-26341217

જોઈન્ટ ડિરેક્ટર (SE), DGR: seopadgr@desw.gov.in | ફોન: 011-20863432


(Release ID: 2145238)