સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

સાયબર છેતરપિંડી, સ્પામ કોલ્સ અને સંદેશાઓની વધતી સમસ્યાનો સામનો કરવા માટે ગ્રાહક જાગૃતિ મહત્વની છે: રાજેશ કુમાર અગ્રવાલ


TRAI દ્વારા વડોદરામાં ગ્રાહક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 17 JUL 2025 1:52PM by PIB Ahmedabad

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રાદેશિક કાર્યાલય, જયપુર દ્વારા આજે 17 જુલાઈ 2025ના રોજ પારુલ યુનિવર્સિટી, વડોદરા ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (COP)નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મુખ્યત્વે સાયબર સ્વચ્છતા અને સાયબર છેતરપિંડીના જોખમને રોકવા માટે TRAI દ્વારા લેવામાં આવતા પગલાં વિશે જાગૃતિ લાવવા પર કેન્દ્રિત હતો. સેવા પ્રદાતાઓ દ્વારા સેવા સુધારણા અને ગ્રાહક ફરિયાદ નિવારણને વ્યવસ્થિત બનાવવા માટે TRAIનાં પ્રયાસો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમની શરૂઆત શ્રી રાજેશ કુમાર અગ્રવાલ, ITS, સલાહકાર, TRAI, RO જયપુરના ઉદ્ઘાટન સંબોધનથી થઈ હતી. જેમણે સાયબર છેતરપિંડી, સ્પામ કોલ્સ અને સંદેશાઓની વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે ગ્રાહક જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં છેતરપિંડીની પ્રવૃત્તિઓથી ગ્રાહકોને બચાવવા માટે TRAIની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. સ્પામિંગને રોકવા માટે TRAIની પહેલ, TRAI DND એપ અને ગ્રાહક હિતની અન્ય પહેલો પર વરિષ્ઠ સંશોધન અધિકારી અમિત પ્રકાશ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

 

ટ્રાઈ મુખ્યાલય, નવી દિલ્હીના સંયુક્ત સલાહકાર શ્રીમતી શિવાની શર્મા દ્વારા બ્રોડકાસ્ટિંગ અને કેબલ સેવાઓ પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ગુજરાત LSAનાં ટેલિકોમ્યુનિકેશન વિભાગના ડિરેક્ટર શ્રી અવિનાશ રાઠી દ્વારા સાયબર ગુનાઓ પર નિયંત્રણ અને ગ્રાહક જાગૃતિ માટે DOT ની પહેલ પર સંચાર સાથી એપ/પોર્ટલ અને EMF રેડિયેશન જાગૃતિ પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સાયબર સુરક્ષા નિષ્ણાત અને પોલીસ નિરીક્ષક, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શ્રી મહેન્દ્ર કે. મોટવાણીએ પણ સાયબર સુરક્ષા અને ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સાયબર જાગૃતિ અને તેના નિવારણ માટે પહેલ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, ગ્રાહક અધિકાર જૂથો અને મીડિયા પ્રતિનિધિઓ દ્વારા વાસ્તવિક જીવનના છેતરપિંડીના કેસો અને નિવારક પગલાં પર ચર્ચા સાથે સક્રિય વાર્તાલાપ જોવા મળ્યો હતો.

 

 

કાર્યક્રમનું સમાપન નાયબ સલાહકાર શ્રી રાકેશ પુરોહિતની આભારવિધિ સાથે થયું હતું.

 

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2145457) Visitor Counter : 2
Read this release in: English