આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આવતીકાલે અમદાવાદમાં આંકડા અને કાર્યક્રમ અમલ વિભાગ (MoSPI) દ્વારા અન્વેષા 2.0-2025 રાષ્ટ્રીય ક્વિઝનું આયોજન

Posted On: 17 JUL 2025 4:05PM by PIB Ahmedabad

આંકડા અને કાર્યક્રમ અમલ વિભાગ (MoSPI) દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ ભારતીય વિકાસયાત્રામાં સત્તાવાર આંકડાઓના યોગદાનને ઉજાગર કરવાનો છે.

આ ઉજવણીના મુખ્ય ઇવેન્ટ્સમાંથી એક છે અન્વેષા 2.0 – 2025, જે રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝ સ્પર્ધા છે. તેને ફિલ્ડ ઓપરેશન ડિવિઝન (FOD) દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. આ સ્પર્ધા 18 જુલાઈ 2025ના રોજ દેશભરના રાજ્ય મુખ્યાલય વિસ્તારમાં (SCROs) એકસાથે આયોજિત કરવામાં આવશે. આ ક્વિઝ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ઝૂઓલોજી હોલમાં સવારે 9 વાગ્યાથી શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. નીરજા એ. ગુપ્તા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ જિલ્લાની વિવિધ કોલેજો/યુનિવર્સિટીઓના 75 જેટલા વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈ રહ્યા છે.

મુખ્ય આકર્ષણો:

· ક્વિઝમાં ભારતની સત્તાવાર આંકડા પદ્ધતિ, મહત્વના સર્વેક્ષણો, જનગણના, સૂચકો અને રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO) જેવી સંસ્થાઓનો સમાવેશ થશે.

· તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રમાણપત્ર આપવામાં આવશે.

· વિજેતા ટીમોને આકર્ષક ઇનામો આપવામાં આવશે.

આ કાર્યક્રમ આંકડાશાસ્ત્રને યુવાનો માટે રસપ્રદ, સુલભ અને સંબંધિત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ કોલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓમાં સત્તાવાર આંકડા પ્રત્યે જાગૃતતા વધારવાનો છે, અને તેમને દેશના નીતિ નિર્માણ અને વિકાસમાં આંકડાઓની ભૂમિકા વિશે માહિતગાર કરવાનો છે.

AP/NP/GP/JD


(Release ID: 2145491)