રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતના એ હરિયાણાના પાણીપત શહેરમાં એક ઊભેલી ટ્રેનના ડબ્બામાં એક મહિલા પર થયેલા કથિત સામૂહિક બળાત્કારની ઘટનાની સ્વતઃ નોંધ લીધી
રેલવે બોર્ડના ચેરમેન, રેલવે મંત્રાલય અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકને એક નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં 2 અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો
રિપોર્ટમાં પીડિતાના સ્વાસ્થ્યની સ્થિતિ અને અધિકારીઓ દ્વારા તેણીને આપવામાં આવેલા વળતર (જો કોઈ હોય તો)ની વિગતો સામેલ હોવાની અપેક્ષા છે
Posted On:
17 JUL 2025 3:53PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતના એ મીડિયા રિપોર્ટની સ્વતઃ નોંધ લીધી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 24 જૂન, 2025ના રોજ હરિયાણાના પાણીપત શહેરમાં એક મહિલા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો અને બાદમાં ગુનેગારોએ તેણીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. જ્યાં એક ટ્રેન તેના પગ ઉપરથી પસાર થઈ ગઈ હતી. 26 જૂન, 2025ના રોજ રાત્રે સોનીપતમાં હિન્દુ કોલેજ નજીક રેલવે ટ્રેક પર પોલીસને મળી આવ્યા બાદ તેણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આયોગને જાણવા મળ્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય, તો માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, તેણે રેલવે બોર્ડના ચેરમેન, રેલવે મંત્રાલય અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે. રિપોર્ટમાં પીડિતાના સ્વાસ્થ્યની સ્થિતિ અને અધિકારીઓ દ્વારા તેણીને આપવામાં આવેલ વળતર (જો કોઈ હોય તો)ની વિગતો સામેલ હોવાની અપેક્ષા છે.
8 જુલાઈ, 2025ના રોજ પ્રકાશિત થયેલા મીડિયા અહેવાલ મુજબ, મહિલાના પતિએ 26 જૂન, 2025ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની 24 જૂન, 2025થી ગુમ છે, કારણ કે તેમનો ઝઘડો થયો હતો. ફરિયાદના આધારે, પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને તેણી રેલવે ટ્રેક પર મળી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિત મહિલાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ એક મહિના પહેલા તેના ત્રણ વર્ષના પુત્રના મૃત્યુ પછી તે ડિપ્રેશનથી પીડાઈ રહી હતી અને 24 જૂન, 2025ના રોજ તેના પતિ સાથે ઝઘડો થયા પછી તે ઘરેથી નીકળી ગઈ હતી. તે પાણીપત રેલવે સ્ટેશન પર બેઠી હતી ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને ખાલી ટ્રેનના ડબ્બામાં ખેંચી ગયો, જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં, બે અન્ય પુરુષો પણ જોડાયા અને તેના પર જાતીય હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપી તેણીને સોનીપત લઈ ગયો અને તેને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. જ્યાં તેના પગ પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી. તપાસ ચાલુ હોવાનું કહેવાય છે અને હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
AP/IJ/GP/JD
(Release ID: 2145541)