આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આજે અમદાવાદમાં આંકડા અને કાર્યક્રમ અમલ વિભાગ (MoSPI) દ્વારા અન્વેષા 2.0-2025 રાષ્ટ્રીય ક્વિઝનું આયોજન

Posted On: 18 JUL 2025 10:07PM by PIB Ahmedabad

આંકડા અને કાર્યક્રમ અમલ વિભાગ (MoSPI) દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ ભારતીય વિકાસ યાત્રામાં સત્તાવાર આંકડાઓના યોગદાનને ઉજાગર કરવાનો છે. આ ઉજવણીના મુખ્ય ઇવેન્ટ્સમાંથી એક છે અન્વેષા 2.0 – 2025, જે રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન છે. આજે NSO  (FOD) દ્વારા આ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા 29 આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષય ધરાવતી  કોલેજોએ  ભાગ લીધો  હતો.

આ સ્પર્ધા 18 જુલાઈ 2025ના રોજ દેશભરના રાજ્ય મુખ્યાલય વિસ્તારમાં (SCROs) એકસાથે આયોજિત કરવામા આવી હતી. આ ક્વિઝ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ઝૂઓલોજી હોલમાં સવારે 10 વાગ્યાથી શરૂ કરવામા આવી. જેમા NSO  (FOD)ના DDG જુનૈદ ફારૂકી, EnSUના DDG શ્રી રજનીશ માથુર,  ગુજરાત રાજ્યના DESના ડાયરેક્ટર શ્રી રાકેશ પંડ્યા,   યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના HOD શ્રી પ્રવેંદ્ર સિંહ, યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના HOD શ્રી સંજય પરદેશી કાર્યક્રમમા ઉપસ્થિત રહીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદ જિલ્લાની વિવિધ કોલેજો / યુનિવર્સિટીઓના 58 જેટલા વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લીધો હતો. 

તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિજેતા 3 ટીમોને ઇનામો આપવામાં આવ્યા હતા. જેમા પહેલુ ઇનામ જે.જી. ઇંન્સ્ટિ.ઓફ બિસ્નેસ એડ્મિનિસ્ટ્રેશન, બીજુ ઇનામ GLS યુનિવર્સિટી, ત્રીજુ ઇનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજને મળ્યુ હતું.

 

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2145964)
Read this release in: English