પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિના ખાસ દૂતોનું પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રી મોદીને મળ્યું
પ્રધાનમંત્રીએ ભારત અને કોરિયા પ્રજાસત્તાક વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો અને મુખ્ય ક્ષેત્રોમાં ગાઢ સહયોગ અને રોકાણ માટેની તકો પર પ્રકાશ પાડ્યો
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગને ભારતની મુલાકાત લેવા માટે ફરી આમંત્રણ આપ્યું છે
प्रविष्टि तिथि:
17 JUL 2025 8:35PM by PIB Ahmedabad
કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી લી જે-મ્યુંગના ખાસ દૂત શ્રી કિમ બૂ-ક્યુમના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જૂન 2025માં G-7 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથેની તેમની અત્યંત ઉષ્માભરી અને ઉપયોગી મુલાકાતને યાદ કરી અને રાષ્ટ્રપતિ લીના ભારત ખાતે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવાના સંકેત બદલ તેમની વિશેષ પ્રશંસા વ્યક્ત કરી હતી.
શ્રી કિમે રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગની શુભેચ્છાઓ પ્રધાનમંત્રી સાથે શેર કરી અને કોરિયા પ્રજાસત્તાક ભારત સાથેની તેની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને કેટલું મહત્વ આપે છે તેની પુષ્ટિ કરતો સંદેશ આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ બંને લોકશાહીઓ વચ્ચે, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઊંડા અને બહુપક્ષીય સંબંધો દ્વારા ભજવવામાં આવતી સ્થિર ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારતમાં આર્થિક અને ઉત્પાદન વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો, જે ઉભરતી ટેકનોલોજી, જહાજ નિર્માણ, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન હાઇડ્રોજન અને બેટરી જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ માટે ઊંડી તકો ખોલે છે. પ્રધાનમંત્રીએ બંને દેશોની અર્થવ્યવસ્થા માટે પરિવર્તનશીલ બળ તરીકે ભારતના વસ્તી વિષયક લાભાંશ અને કુશળ માનવ સંસાધનોની સંભાવના પર પણ ભાર મૂક્યો હતો.
બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને તેમના પ્રયાસોમાં સફળતાની શુભેચ્છા પાઠવી અને ભારતમાં રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું સ્વાગત કરવાનો અવસર વહેલી તકે મળે તેવી ઈચ્છા દાખવી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2146011)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam