સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

“રન ફોર વિક્ટ્રી”: શહીદોના સન્માનમાં 2000થી વધુ લોકોએ 10 કિમી મેરાથોનમાં ભાગ લીધો


મિલિટરી સ્ટેશન, ગાંધીનગર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી

Posted On: 26 JUL 2025 2:47PM by PIB Ahmedabad

26 જુલાઇ 1999ના દિવસે ભારતનો પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધમાં વિજય થયો હતો. કારગિલ વિજય પછી તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો ત્યારથી કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર 26 જુલાઇના રોજ ભારતમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર સ્થિત મિલિટરી સ્ટેશનમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરાના ડિફેન્સની ત્રણેય પાંખોના જવાનો, અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ખાનગી ક્ષેત્રોના કર્મચારીઓએ મેરાથોનમાં ભાગ લીધો હતો.

સવારે 6 વાગ્યે આર્મીના ઓફિસર કમાન્ડર અને ચીફ ગેસ્ટ તરિકે ઉપસ્થિત રહેલા મેજર જનરલ ગૌરવ બગ્ગાએ આ કાર્યક્રમને લીલી ઝંડી બતાવી હતી. આ મેરાથોન પાંચ અને દસ કિમી એમ બે કેટેગરીમાં આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાતની જાણિતી અભિનેત્રી અને યુટ્યુબર સપના વ્યાસે પણ હાજરી આપી હતી.

કાર્યક્રમ વિશે વિગતવાર વાત કરતા ડિફેન્સના જન સંપર્ક અધિકારી વિંગ કમાંડર એ. કે. તિવારીએ જણાવ્યું હતું કે, આજે, કારગિલ વિજય દિવસ નિમિત્તે, આપણા શહીદો, બહાદુર મહિલાઓ અને તમામ સૈનિકોના સન્માનમાં, અમે કારગિલ વિજય દિવસ દોડનું આયોજન કર્યું છે, જેનું સૂત્ર "રન ફોર વિક્ટ્રી" છે. આજના કાર્યક્રમમાં ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરાથી મહિલાઓ, શાળા, કોલેજ, યુનિવર્સિટીઓના બાળકો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 2000થી વધુ લોકો હાજર રહ્યા છે. આ લોકોએ મેરાથોન દોડમાં ભાગ લીધો હતો. આજના મુખ્ય મહેમાન મેજર જનરલ ગૌરવ બગ્ગાએ આ મેરાથોન દોડનું ઉદ્ઘાટન કર્યું હતું અને વિજેતાઓને મેડલ પણ એનાયત કર્યા હતા. અમને આશા છે કે આ રીતે આપણે દેશની એકતા અને અખંડિતતા પ્રત્યે આદર બતાવીશું.

 

AP/JY/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2148834)