યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

સન્ડે ઓન સાયકલ – “કારગિલ વિજય દિવસનું સન્માન”: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધી સાયકલ યાત્રા યોજાઇ


500થી વધુ સાયકલ સવારો સહિત લગભગ 800 ભાગીદારોએ કારગિલ નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી

Posted On: 27 JUL 2025 1:16PM by PIB Ahmedabad

ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલની 33મી આવૃત્તિની ભવ્ય ઉજવણી અને કારગીલ વિજય દિવસના શહીદોને ખાસ ભાવભીની શ્રધ્ધાંજલિ સાથે સમાપ્ત થઈ. આ પ્રસંગે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં સવારે 7:00 વાગ્યે સાબરમતી આશ્રમથી 800 લોકો સાથે સાયકલ ચલાવી હતી. જેમાં CISF, CRPF, BSFના કર્મચારીઓ, NSS, NYKSના સ્વયંસેવકો અને સ્થાનિક સાયકલિંગ ઉત્સાહીઓ સહિત 500 થી વધુ સાયકલ સવારો સહિત લગભગ 800 લોકોએ સામેલ થયા હતા.

આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન કોચ શ્રી બત્રીનારાયણ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રાષ્ટ્રવ્યાપી સાયકલિંગ પહેલની આ ખાસ આવૃત્તિ સાયક્લિંગ રેલી વીથ CAPF”ની થીમ સાથે યોજવામાં આવી હતી.

ડૉ. માંડવિયાએ કહ્યું, “સન્ડે ઓન સાયકલ એક જન આંદોલનમાં ફેરવાઈ ગયું છે. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે, સમગ્ર દેશના સામાન્ય દળો સાથે "સન્ડે ઓન સાયકલ" છે. દેશના યુવાનો આજે દેશમાં 6000થી વધુ સ્થળોએ "સન્ડે ઓન સાયકલીંગ" કરીને દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. જ્યારે તમે તમારી સાયકલનું એક પેડલ લગાવો છો, ત્યારે તમે દેશના નાગરિકોના સ્વાસ્થ્યને એક ડગલું આગળ લઈ જાઓ છો. સાયકલિંગ એ ફક્ત કેલરી બર્ન કરવાનો રસ્તો નથી. સાયકલિંગ એ પ્રદૂષણનો પણ ઉકેલ છે, એ સ્વાસ્થ્ય માટેનો મંત્ર છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે આપણે મહાત્મા ગાંધી જે રસ્તે સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ જતા હતા તે રૂટ પર સાયકલ ચલાવી રહ્યા છીએ. આપણે સાયકલ ચલાવવાને એક સંસ્કૃતિ બનાવવી પડશે, સાયકલ ચલાવવાને જીવનનો ભાગ બનાવવો પડશે, સાયકલ ચલાવવાને સ્વાસ્થ્યનો મંત્ર બનાવવો પડશે.

ડૉ. માંડવિયા ભાર મૂક્યો હતો કે, જ્યારે સાયકલિંગ યુનિફોર્મ બનાવવામાં આવે છે, ત્યારે મને ત્રણ સમસ્યાઓનો ઉકેલ દેખાય છે. પહેલું, મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. બીજું, પ્રદૂષણનો ઉકેલ દેખાય છે. ત્રીજું, ફિટનેસનો મંત્ર દેખાય છે.

'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'નું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI), ડૉ. શિખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની રોપ સ્કિપિંગ ટીમ, રાહગિરી ફાઉન્ડેશન, માય બાઇક્સ અને માય ભારત સાથે મળીને કરવામાં આવે છે. આ સાયકલિંગ ઇવેન્ટ તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ તેમજ SAI પ્રાદેશિક કેન્દ્રો, રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCOEs), SAI તાલીમ કેન્દ્રો (STCs), ખેલો ઇન્ડિયા રાજ્ય શ્રેષ્ઠતા કેન્દ્રો (KISCEs) અને ખેલો ઇન્ડિયા કેન્દ્રો (KICs) પર વિવિધ વય જૂથોમાં એકસાથે યોજવામાં આવે છે.

 

AP/NP/GP/JT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2149032)