પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દિવ્યા દેશમુખને ગ્રાન્ડમાસ્ટર બનવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 29 JUL 2025 6:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને 2025 FIDE મહિલા વર્લ્ડ કપ જીતવા બદલ જ નહીં, પણ ગ્રાન્ડમાસ્ટર બનવા બદલ પણ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, "તેમની સિદ્ધિ ઘણા લોકોને પ્રેરણા આપશે અને યુવાનોમાં ચેસને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આ ભારતીય ચેસ માટે એક અસાધારણ દિવસ રહ્યો છે!

દિવ્યા દેશમુખે ન માત્ર 2025 FIDE મહિલા વર્લ્ડ કપ જીત્યો છે, પરંતુ તે ગ્રાન્ડમાસ્ટર પણ બની છે. તેમને અભિનંદન. તેમની સિદ્ધિ ઘણા લોકોને પ્રેરણા આપશે અને યુવાનોમાં ચેસને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે."

@DivyaDeshmukh05

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2149539)