સંસદીય બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

વિવિધ રાજ્ય વિધાનસભાઓમાં ભાષાકીય સમાવેશકતા વધારવા માટે NeVAમાં તકનીકી સુવિધાઓ ઉમેરવામાં આવી છે

Posted On: 30 JUL 2025 4:16PM by PIB Ahmedabad

વિવિધ રાજ્ય વિધાનસભાઓમાં ભાષાકીય સમાવેશકતા વધારવા માટે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (NeVA)માં નીચેની તકનીકી સુવિધાઓ ઉમેરવામાં આવી છે:

  • ભાષિની દ્વારા ટેક્સ્ટ-ટુ-ટેક્સ્ટ મશીન ટ્રાન્સલેશનને NeVA જાહેર પોર્ટલ (હોમપેજ અને રાજ્ય વિધાનસભા પોર્ટલ)ને 22 અનુસૂચિત પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીમાં અનુવાદિત કરવા માટે એકીકૃત કરવામાં આવ્યું છે, જેનાથી ભાષાકીય સમાવેશકતા સુનિશ્ચિત થાય છે.
  • યુનિકોડ આધારિત એન્કોડિંગ આર્કિટેક્ચરનો ઉપયોગ એપ્લિકેશનના કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS)માં આંતર-કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા અને બહુભાષી ઍક્સેસને સક્ષમ કરવા માટે તમામ સામગ્રી ઇનપુટ, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (PIB) એ કુલ રૂ. 673.94 કરોડના ખર્ચ સાથે NeVA પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ કેન્દ્રિય પ્રાયોજિત યોજના (CSS) ભંડોળ પેટર્નને અનુસરે છે. જે નીચે મુજબ છે:

  • ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્યો માટે ભંડોળ 90:10ના ગુણોત્તરમાં રહેશે.
  • વિધાનસભાઓ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભંડોળ 100% કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.
  • અન્ય તમામ રાજ્યો માટે ભંડોળ 60:40ના ગુણોત્તરમાં રહેશે

NeVA અપનાવવા માટે કુલ 28 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓએ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

જૂન 2025 સુધી, 19 રાજ્ય/કેન્દ્રશાસિત વિધાનસભાઓએ NeVA પ્લેટફોર્મ દ્વારા સફળતાપૂર્વક પોતાને સંપૂર્ણપણે ડિજિટલ વિધાનસભામાં રૂપાંતરિત કર્યા છે.

આ માહિતી સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને કાયદા અને ન્યાયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

AP/IJ/GP/JD


(Release ID: 2150211)
Read this release in: English , Urdu , Hindi