નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશભરમાં NDPS અમલીકરણને વધુ કડક બનાવવા CRCL અને NFSU સાથે મળીને કાર્ય કરશે

Posted On: 02 AUG 2025 4:19PM by PIB Ahmedabad

ભારત સરકારના નાણા મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ખાસ સચિવ અને સભ્ય (કસ્ટમ્સ), શ્રી સુરજીત ભુજબળ અને NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસની અધ્યક્ષતામાં  સેન્ટ્રલ રેવન્યુ કંટ્રોલ લેબોરેટરી (CRCL) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) વચ્ચે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ સંબંધિત કેસોમાં આંતર-એજન્સી સંકલન વધારવા અને અમલીકરણ પદ્ધતિઓને મજબૂત બનાવવા માટેના સમજૂતી કરાર (MoU)  તા.1 ઓગસ્ટ, 2025ના રોજ થયા હતા. CRCLના ડિરેક્ટર શ્રી વી.સુરેશ અને NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પ્રો. (ડૉ.) એસ.ઓ.જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરાર NDPS ઉલ્લંઘનોની તપાસ અને કાર્યવાહી કરવાની દેશની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. જ્યારે ફોરેન્સિક સાયન્સમાં રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપશે. આ પારસ્પરિક સહયોગ અંતર્ગત કાયદા અમલીકરણ કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમો પણ યોજાશે કે જેનાથી ડ્રગ્સ સંબંધિત બાબતોથી જનસામાન્ય દૂર રહે તે માટે જાગૃતિ આવે. ઉપરાંત, વૈજ્ઞાનિક રીતે માન્ય અને કોર્ટ-સ્વીકાર્ય ફોરેન્સિક પુરાવા રજૂ કરવામાં આવશે, જેનાથી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને NDPS કાયદા હેઠળ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં વધુ બળ પ્રાપ્ત થશે.

આ સમજૂતી કરાર દરમિયાન, શ્રી પ્રણેશ પાઠક, ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ, અમદાવાદ; શ્રી શિવ કુમાર શર્મા, પ્રિન્સિપલ કમિશનર ઓફ કસ્ટમ્સ, અમદાવાદ; શ્રી આર. અનંત, ડિરેક્ટર, કસ્ટમ્સ-CBIC; ડૉ. મહેશ કુમાર, CRCL-નવી દિલ્હી; પ્રો. (ડૉ.) આસ્થા પાંડે, હેડ, CoE NDPS અને NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન, એસોસિયેટ ડીન પણ હાજર હતા.


(Release ID: 2151743)