શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોનું પરિણામ; પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની રેલવે સુવિધામાં થશે નોંધપાત્ર વધારો
દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર
Posted On:
03 AUG 2025 6:27PM by PIB Ahmedabad
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે આજે અનેક નવી યોજનાઓ અને ટ્રેનોની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ભાવનગરથી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.દશકોથી જે સુવિધાની માંગણી પડતર હતી તેનો હકારાત્મક સ્વીકાર થતા લોકોમાં બહોળો આવકાર મળી રહયો છે.

કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા જાહેર કરવામાં આવેલ નવા મંજુર પ્રોજેકટની વિગતો નીચે મુજબ મંજુર થયેલ પ્રોજેક્ટની વિગતો નીચે મુજબ છે.
મંજુર થયેલ નવી ટ્રેન સેવાઓ: પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે.
મંજુર થયેલ નવા સ્ટોપેજ: મુસાફરોની સુવિધા માટે, નીચે મુજબની ટ્રેનોને નવા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે:
- નવાગઢ સ્ટેશન પર ટ્રેન નંબર 11463/64, 11465/66, 19251/52, અને 19319/20 ઊભી રહેશે.
- જેતપુર સ્ટેશન પર ટ્રેન નંબર 12945/46 અને 19203/04 ને સ્ટોપેજ મળશે.
- રાણાવાવ સ્ટેશન પર ટ્રેન નંબર 59557/60 ને સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
- ખોડિયાર મંદિર સ્ટેશન પર પણ ટ્રેન નંબર 59557/60 ઊભી રહેશે.
મંજુર થયેલ નવી રેલવે લાઈન: સરાડીયા અને વાંસજાળિયા વચ્ચે 120 વર્ષ જુની માંગ સ્વીકારીને નવી રેલવે લાઈન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS) ને મંજૂરી આપવામાં આવી છે.
મેન્ટેનન્સ સુવિધા: અંદાજિત રૂ.135.64 કરોડના ખર્ચે રાણાવાવ સ્ટેશન પર ન્યુ કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે તેની મંજુરી મળેલ છે.
નવો રોડ ઓવરબ્રિજ: પોરબંદર શહેરના ભદ્રકાળી ગેટ નજીક આવેલા લેવલ ક્રોસિંગ નંબર 3 પર નવા રોડ ઓવરબ્રિજના નિર્માણ માટેની શક્યતાઓ ચકાસવામાં આવી છે અને તેનો જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ (GAD) તૈયાર કરવામાં આવી રહ્યો છે.
નવો અંડરપાસ: નવાગઢ રેલવે સ્ટેશન પાસે અંડરપાસના નિર્માણ માટે પણ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
6BC0.jpeg)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વિકસિત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.
આર્થિક ગતિવિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણીજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે. લોક માટે આગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત` રાજકોટ, વિકસિત પોરબંદર અને વિકસિત જુનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.
AP/DT/GP/JD
(Release ID: 2151963)