શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોથી રાણાવાવને મળી ભેટ
દેશની વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો માટે રાણાવાવની પસંદગી
ભાવનગર રેલવે ડિવિઝન તળે 135 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે
Posted On:
07 AUG 2025 9:27PM by PIB Ahmedabad
પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોથી આ વિસ્તારમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસને વધુ એક મોટી સફળતા મળી છે. રેલવે મંત્રાલય દ્વારા રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ₹135.58 કરોડના ખર્ચે અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગ અને રોજગાર નિર્માણને વેગ મળશે.
આ પ્રોજેક્ટ હેઠળ, રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનોની જાળવણી અને સારસંભાળ માટે જરૂરી તમામ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ડિપો વંદે ભારત ટ્રેનોની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.
આ વ્યૂહાત્મક પહેલ એ વંદે ભારત સહિત અન્ય ટ્રેનો માટેની જાળવણી સુવિધાઓના વિકાસની વિશાળ રાષ્ટ્રીય યોજનાનો એક ભાગ છે. રાણાવાવમાં આ નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની સ્થાપના થકી વંદે ભારત અને LHB જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે એકીકૃત અને આધુનિક જાળવણી સુવિધા ઉપલબ્ધ બનશે, જે રેલવે સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે.
(Release ID: 2153942)