પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી


રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને યુક્રેન સંબંધિત નવીનતમ સ્થિતિ વિશે માહિતી આપી

પીએમએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સુસંગત વલણનો પુનરોચ્ચાર કર્યો

નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી

પીએમએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

Posted On: 08 AUG 2025 6:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી‌ હતી.

રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને યુક્રેન સંબંધિત નવીનતમ વિકાસ વિશે માહિતી આપી હતી.

રાષ્ટ્રપતિ પુતિનનો વિગતવાર મૂલ્યાંકન બદલ આભાર માનતા, પ્રધાનમંત્રીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સુસંગત વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ દ્વિપક્ષીય કાર્યસૂચિમાં પ્રગતિની પણ સમીક્ષા કરી અને ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

 

SM/IJ/GP/JD


(Release ID: 2154359)