માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભુજોડીમાં 11મા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવી


હેન્ડલૂમ દિવસ અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા માહિતી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 08 AUG 2025 8:56PM by PIB Ahmedabad

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજ અને શ્રી ભુજોડી પ્રાથમિક શાળા, ભુજોડી હાઇસ્કુલ તેમજ ગ્રામ પંચાયતનાં સહયોગ થી 07 ઓગસ્ટ 2025ના રોજ 11મા હેન્ડલુમ  દિવસની ઉજવણી ભુજોડી પ્રાથમિક શાળાના પટાગણમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભુજોડી ગ્રામપંચાયત સરપંચ શ્રી શિવજીભાઈ મંગરીયાનાં હસ્તે દીપ પ્રગટય દ્વારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સંચાર બ્યૂરોના અધિકારી કમલેશ મહેશ્વરીએ રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ પર લોકોને લોકલ ફોર વોકલનો સંદેશ આપતા સ્થાનિક ઉત્પાદીત ચીજ વસ્તુઓ વાપરવાનો આગ્રહ કર્યો હતો. સ્વચ્છ ભારતના કોર્ડીનેટર વિનોદભાઈ ભાનુશાલીએ સ્વચ્છતા અંગે સમજ આપી હતી, સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન પર એક સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છ ભારત અંગે સૌ ઉપસ્થિત લોકોને શપથ લેવડાવ્યા  હતા.

આ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ક્રાફ્ટ સ્પર્ધા, ખેલકૂદ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનાં વિજેતા બાળકોને કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભૂજ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પિયુષભાઈ ટાંક દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ચૈતન્યભાઈ મહેતા, ઉપસરપંચ, મયુરભાઈ ઠક્કર, ઉત્કંઠાબેન એગ્રોસેલ, રૂડા ફાઉન્ડેશન, વિનોદ ભાનુશાલી, બ્લોક કોર્ડીનેટર, સ્વચ્છ ભારત, મહેશગીરી ગોસ્વામી, એલએલડીસી, અસ્મિતાબેન, આશાપુરા ફાઉન્ડેશન, રીટાબેન પંડ્યા, આંગણવાડી સુપરવાઇઝર, રમેશભાઈ મંગરીયા, એસ એમ સી અધ્યક્ષ, દીપેશભાઈ, ભુજ ખમીર સંસ્થા, દેવજીભાઈ સંત કબીર એવોર્ડ વિજેતા, વાંકાભાઈ રબારી, ગ્રામ અગ્રણી, દિપેશભાઈ બુધભટ્ટે, પારલે વગરે ઉપસ્થિતિ રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં મહેશ ગોસ્વામી, પ્રાથમિક શાળાના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

 


(Release ID: 2154474)