પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પુણેમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી સહાયની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 11 AUG 2025 4:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી રૂ. 2 લાખ અને ઘાયલ થયેલા લોકો માટે રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"મહારાષ્ટ્રના પુણેમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi"

AP/NP/GP/JD


(रिलीज़ आईडी: 2155078) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam