સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત

प्रविष्टि तिथि: 12 AUG 2025 7:29PM by PIB Ahmedabad

પેન્શનને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ ની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 26.08.2025ને મંગળવારના રોજ 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવેલ પરંતુ જેનું નિવારણ થયેલ નથી, તેવા મુદ્દા જ આ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવશે અને તેનું નિવારણ કરવામાં આવશે.

પેન્શન સંબંધિત અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ-7,એકાઉન્ટ અને પેન્શન વિભાગમુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ- 19.08.2025ને મંગળવાર સુધીમાં મળી જાય તે તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓ ની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

 


(रिलीज़ आईडी: 2155764) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English