સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત

Posted On: 13 AUG 2025 12:17PM by PIB Ahmedabad

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ-380001 ખાતે તા. 26.08.2025ને મંગળવારના રોજ 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા છે પરંતુ જેનું નિવારણ થયું નથી તેવા મુદ્દા જ આ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવશે અને તેનું નિવારણ કરવામાં આવશે.

પેન્શન સંબંધિત અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ-7, એકાઉન્ટ અને પેન્શન વિભાગ, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ- 19.08.2025ને મંગળવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2155958)