સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ વિભાગ દ્વારા 15 ઓગસ્ટ, 2025ના રોજ ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન

Posted On: 13 AUG 2025 12:27PM by PIB Ahmedabad

અમદાવાદ શહેર વિભાગના ટપાલ વિભાગ દ્વારા 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

આ કાર્યક્રમનો શુભારંભ ધ્વજવંદન સમારોહથી થશે. અમદાવાદ શહેરના દરેક પોસ્ટ ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

આ ઉપરાંત લોકોને નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ વિશે શિક્ષિત કરવામાં આવશે. ડાક ચોપાલ ઇવેન્ટ સમાજના છેલ્લા માઇલને ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ, એમ અંત્યોદયના ખ્યાલો સાથે જોડશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જનતા અને સરકારી સેવાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપવાનો છે, જે અંતર અને સુલભતા સંબંધિત અવરોધોને ઘટાડે છે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2155963)