પંચાયતી રાજ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતના 03 પંચાયત નેતાઓને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આમંત્રણ


દેશભરમાંથી 210 પંચાયત નેતાઓ ખાસ મહેમાન તરીકે હાજરી આપશે

Posted On: 13 AUG 2025 4:11PM by PIB Ahmedabad

પંચાયતી રાજ મંત્રાલય (MoPR) 15 ઓગસ્ટના રોજ નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 210 પંચાયત પ્રતિનિધિઓને વિશેષ અતિથિ તરીકે યજમાન બનાવશે. જે તેમના જીવનસાથી સાથે આ ઉજવણીમાં જોડાશે. આ વિશેષ અતિથિઓમાં ગુજરાતનાં એક મહિલા સહિત 03 સરપંચનો પણ સમાવેશ થાય છે.

સરપંચ, સુલતાનપુર

ગુજરાતમાંથી આમંત્રણ આપવામાં આવેલા ત્રણેય સરપંચોએ પોતાના ગામમાં સ્વચ્છતા અને વિવિધ વિકાસલક્ષી કાર્યોને સાકાર કરી તેમણે “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ”નું સન્માન મેળવ્યું છે. જેમાં નવસારી જિલ્લાનાં જલાલપુર તાલુકાનાં સુલતાનપુર ગામનાં સરપંચ શ્રી શશિકાંત બી. પટેલે જણાવ્યું હતું કે સુલતાનપુર ગુજરાતનું પહેલું ગામ છે, જ્યાં દિવ્યાંગો માટે શૌચાલય પર બ્રેલ લિપિ સાથેનું સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેના દ્વારા દિવ્યાંગો સરળતાથી શૌચાલયનો ઉપયોગ કરી શકે છે. ગામમાં હર ઘર, નળ સે જલ યોજનાનો અમલ જનભાગીદારીથી થઈ રહ્યો છે. તેમજ ગામને ODF મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે.

સુલતાનપુર ગામના સરપંચ ગામમાં જન્મેલી બાળકીઓની માતાઓને 5000 રૂપિયાનું ઇનામ આપીને પ્રોત્સાહિત કરે છે. અને ગ્રામ્ય સ્તરે, જે પરિવારો પાસે ડહોળું(ભૂરું) પાણીના વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ રસોડાના બગીચા હોય છે તેમને પ્રોત્સાહન રકમ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ કારણે, ગ્રામજનો રસોડાનાં બગીચા રાખવા માટે પ્રેરિત થાય છે.

સરપંચ, ભીમાસર

જયારે શ્રીમતી ડાઈબેન હુંબલ, સરપંચ, ભીમાસર, તાલુકો – અંજાર, જિલ્લોકચ્છનાંએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ દરેક ઘરમાં શૌચાલય છે. તેમજ વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં સિવેજ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે. ગામના જ લોકો કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવા માટે તેને કેટેગરી વાઇઝ અલગ કરી તેને ડિસ્પોઝ કરે છે. આ રીતે ગામલોકોને રોજગાર પણ મળી રહે છે. ઉપરાંત આ જ કચરાને રિસાયકલ કરી તેમાથી ખાતર પણ બનાવવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભીમાસર ગામના યુવાનો માટે ગામમાં જ જાહેર પુસ્તકાલય, પી.એચ.સી., પોસ્ટ ઓફિસ, બેન્ક, તેમજ પ્રાથમિકથી લઇ માધ્યમિક શાળાની વ્યવસ્થાઓ છે. આ ગામમાં સારી રીતે બાંધવામાં આવેલા રસ્તાઓ છે અને ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ જેવી પહેલ દ્વારા પર્યાવરણીય ટકાઉપણાને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં વ્યાપક વૃક્ષારોપણનો સમાવેશ થાય છે. ગામલોકોએ સ્થાનિક પર્યાવરણને જાળવવા માટે દરેક ઘર દીઠ 10 વૃક્ષો વાવ્યા છે. વધુમાં, ભીમાસર ગામને અત્યાર સુધી કુલ 13 એવોર્ડ્સ મળ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

સરપંચ, અખોડ ગામ

જયારે ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અખોડ ગામનાં સરપંચ શ્રી નરેન્દ્રસિંહ સોલંકીએ ગામની વિકાસગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, અખોડ ગામને જિલ્લામાં મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. આ ગામ 100% શૌચાલયની સુવિધાથી સજ્જ છે. ગામના દરેક ઘરમાંથી વેસ્ટ કલેક્શન કરી તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. જેમાં ભીના અને સૂકા કચરાને અલગ કરી તેને રિસાયકલ કરવામાં આવે છે. તેમજ સૂકા કચરામાંનાં પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે વેચવામાં આવે છે અને ભીના કચરામાંથી ખાતર બનાવી ગ્રામજનોને ખેતી કરવા માટે વિતરિત કરવામાં આવે છે. ગામમાં સુયોજિત ગટર વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ગ્રે-વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણીનું શુદ્ધીકરણ કરી તે પાણી ફરીથી ખેતરમાં વાપરવામાં આવે છે. આ ઉપરાંત ગામના જાહેર સ્થળો પર IEC હેઠળ વિવિધ યોજનાકીય માહિતીઓ આપવા માટે ભીંતચિત્રો, સૂત્રો, ભવાઇ જેવા વિવિધ માધ્યમોનો સહારો લેવામાં આવે છે.

SM/NP/GP/JD


(Release ID: 2156049) Visitor Counter : 9