માહિતી અને પ્રસારણ મંત્રાલય
સુરતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ ચિત્ર પ્રદર્શન — ઇતિહાસની કરૂણ ગાથા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ
Posted On:
14 AUG 2025 9:02PM by PIB Ahmedabad
પી.આર. કોન્ટ્રાકટર પ્રાથમિક અને માધ્યમિક શાળા, ડુમસ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ વિભાગ, ભારત સરકારના ક્ષેત્રિય પ્રચાર અધિકારી શ્રી ભાવિક સુતરીયાના માર્ગદર્શન હેઠળ 14 ઑગસ્ટ 2025 ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ ચિત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન થયું.
કાર્યક્રમમાં ડુમસ વોર્ડના કોર્પોરેટર શ્રી દિપેશભાઈ પટેલ, શાળા મંડળના સભ્યો શ્રી હરીશભાઈ પટેલ અને શ્રી રમેશભાઈ આંબલીવાળા, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી અલ્પાબેન ભટ્ટ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી પદમાબેન પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુમસથી શ્રીમતી તૃષાબેન પટેલ, સામાજિક કાર્યકર્તા શ્રી પ્રદીપભાઈ નાયક તથા શ્રી વિરાજભાઈ પટેલ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રદર્શન અંતર્ગત આરોગ્ય વિભાગનો સ્ટોલ તેમજ ભારત સરકારના પબ્લિકેશન વિભાગનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય જાગૃતિ અને સરકારના પ્રકાશનોની માહિતી આપવામાં આવી હતી.
આ અવસરે ડુમસ વોર્ડ કોર્પોરેટર શ્રી દિપેશભાઈ પટેલે 1947ના ભારત વિભાજનની કરૂણ ઘટનાઓ અને લાખો લોકોના સ્થળાંતર, ત્યાગ અને કષ્ટોની વાત કરી હતી. તેમણે યુવાનોને રાષ્ટ્ર એકતા અને માનવતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.

કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રિય પ્રચાર અધિકારી શ્રી ભાવિક સુતરીયાએ પણ ઇતિહાસમાંથી પ્રેરણા લેવાની, સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

ર્યક્રમને સફળ બનાવવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલયના સ્ટાફ શ્રી રોશન પટેલે વિશેષ મહેનત કરી હતી.
(Release ID: 2156627)