ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ખાતે નશામુક્તિ જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરાશે


આગામી તારીખ 15 અને 16 ઓગસ્ટ દરમિયાન નશામુક્તિ અંગેના કાર્યક્રમોનું અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં આયોજન કરાશે

Posted On: 14 AUG 2025 9:34PM by PIB Ahmedabad

નશામુક્ત ભારત અભિયાન હેઠળ આગામી તારીખ 15 અને 16 ઓગસ્ટ 2025ના રોજ દેશભરમાં નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. આ અનુક્રમમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમની શરૂઆત 14 ઓગસ્ટ અમદાવાદ રેલવે સ્ટેશન અને રિવરફ્રન્ટ વિઝ્ટિંગ પોઈન્ટ પર જાગૃતિ અંગેના પ્રારંભ સત્રથી કરાઈ છે. 15 ઓગસ્ટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ ખાતે જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ આ કાર્યક્રમ ઈસ્કોન જેવા આધ્યાત્મિક સંસ્થાનની સાથે મળીને પણ ચલાવવામાં આવશે. 16 ઓગસ્ટે અમદાવાદ વડાજ ગામ ખાતે સ્થાનિક નાગરિકોને ધ્યાનમાં રાખી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો તથા ખાસ કરીને યુવાનોને માદક દ્રવ્યોના સેવનના નુકસાનકારક અસરોથી માહિતગાર કરાવવાનો છે. આ અંતર્ગત શાળાઓ, રેલવે સ્ટેશનો, અન્ય જાહેર સ્થળો અને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને લોકોને નશાથી થતા ગંભીર રોગો અને સામાજિક દુષણો તેના પરિણામો તથા આરોગ્ય અંગેની સાર-સંભાળ વિશે સમજાવવામાં આવશે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં ચાલતી માદક દ્રવ્યોની તસ્કરી સામેની કાર્યવાહી અને નશાના ગંભીર પરિણામો વિશે પણ નાગરિકોને માહિતગાર કરવામાં આવશે.

IPS અધિક નિયામક શ્રી કેતન પાટિલ બલિરામએ જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ નશાના વિરોધમાં જનમનમાં દ્રઢ સંકલ્પ જગાડવાનો અને એક સ્વસ્થ, નશામુક્ત સમાજને પ્રોત્સાહન આપવાનો છે.


(Release ID: 2156637)