ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

UIDAIના CEO શ્રી ભુવનેશ કુમારે UIDAI સ્ટેટ ઓફિસ, અમદાવાદની મુલાકાત લીધી

Posted On: 18 AUG 2025 7:14PM by PIB Ahmedabad

UIDAIના CEO, શ્રી ભુવનેશ કુમાર, IAS18 ઓગસ્ટ 2025ના રોજ UIDAI સ્ટેટ ઓફિસ, અમદાવાદની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, DDG RO મુંબઈ, સ્ટેટ ઓફિસના ડિરેક્ટર અને સ્ટેટ ઓફિસ ટીમ હાજર રહ્યા હતા.

CEOએ રાજ્યમાં આધાર નોંધણી, અપડેટ પ્રવૃત્તિઓ અને પ્રમાણીકરણ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે રાજ્ય ઓફિસ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી અને આધાર સંબંધિત સેવાઓમાં ચોકસાઈ, કાર્યક્ષમતા અને નાગરિક સુવિધા સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે રહેવાસીઓ સાથે પણ વાતચીત કરી, તેમની ચિંતાઓ સાંભળી અને રાજ્ય ટીમને યોગ્ય નિરાકરણો પૂરા પાડવા માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી ભુવનેશ કુમારે ગુજરાતમાં આધાર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વધુ દિશાનિર્દેશો આપ્યા, જેમાં બાળકોની નોંધણી, ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU), યુનિવર્સલ ક્લાયન્ટ (UC) ઉત્પાદકતા વધારવા, આધાર-આધારિત પ્રમાણીકરણ વધારવા અને મજબૂત દેખરેખ પદ્ધતિઓ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત રહેવાસીઓને સરળ, સમાવિષ્ટ અને સુરક્ષિત આધાર સેવાઓ પૂરી પાડવાની UIDAIની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું.

SM/IJ/GP/JD


(Release ID: 2157658)
Read this release in: English