માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, અમદાવાદ સંભાગ દ્વારા સંકુલ સ્તરીય રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી
Posted On:
20 AUG 2025 1:40PM by PIB Ahmedabad
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણીમાં 20 ઓગસ્ટ 2025 અને 21 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને કલા ઉત્સવ કાર્યક્રમના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
20 ઓગસ્ટના કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી શ્રી વેંકટેશ્વર પ્રસાદ બી (સહાયક આયુક્ત) અમદાવાદ સંભાગે દીપ પ્રજ્વલન અને મા સરસ્વતીને માળાર્પણ કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિવૃત્ત અધિકારીઓ અને નિણાયક મંડળના સભ્યોએ કાર્યક્રમની શોભા વધારી હતી.
સમૂહ નૃત્યમાં છત્તીસગઢ રાજ્યના લોકનૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાત વિદ્યાલયોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કલા ઉત્સવ અંતર્ગત એકલ નૃત્ય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
KD35.jpg)
ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ અંતર્ગત "વિકસિત ભારત", "તહેવારો" અને "રમતગમત" જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. સ્વદેશી રમકડાં અને દૃશ્યકલા અંતર્ગત છત્તીસગઢ રાજ્યની વિવિધ કલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બધા વિદ્યાર્થીઓએ આજના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
2P77.jpg)
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2158309)