રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં 20 વર્ષીય મહિલા પર થયેલા ગેંગરેપના અહેવાલ અંગે NHRCએ સ્વતઃ નોંધ લીધી
આયોગે રાજ્યના DGPને નોટિસ ફટકારી છે અને બે અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે
આ અહેવાલમાં તપાસની સ્થિતિ તેમજ પીડિતાના સ્વાસ્થ્યના રિપોર્ટનો સમાવેશ થવાની અપેક્ષા છે
Posted On:
20 AUG 2025 4:57PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ એક મીડિયા અહેવાલની સ્વતઃ નોંધ લીધી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 20 વર્ષીય મહિલા, જે તેના મંગેતર સાથે બહાર ગઈ હતી, તેના પર ચાર વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેમણે મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં મહિલાના મંગેતર પર હુમલો પણ કર્યો હતો. અહેવાલ મુજબ, હુમલાખોરોથી બચ્યાં બાદ, તેઓ FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આયોગે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય, તો તે માનવ અધિકારોના ઉલ્લંઘનના ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે. તેથી, આયોગે મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરીને બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.
રિપોર્ટમાં તપાસની સ્થિતિ તેમજ પીડિતાના સ્વાસ્થ્ય અંગેના રિપોર્ટનો સમાવેશ થવાની અપેક્ષા છે.
SM/NP/GP/JD
(Release ID: 2158453)
Visitor Counter : 6