પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ, 2025 પસાર થવાનું સ્વાગત કર્યું; કહ્યું કે તે ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપશે અને સમાજને સુરક્ષિત કરશે
Posted On:
21 AUG 2025 10:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહો દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ, 2025 પસાર થવાનું સ્વાગત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બિલ ગેમિંગ, નવીનતા અને સર્જનાત્મકતાનું કેન્દ્ર બનવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તેમણે કહ્યું કે આ બિલ ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે, સાથે સાથે ઓનલાઈન મની ગેમ્સની હાનિકારક અસરોથી સમાજનું રક્ષણ કરશે.
ઉપરોક્ત બિલ પસાર થવા અંગે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના X પોસ્ટના જવાબમાં, શ્રી મોદીએ કહ્યું;
"સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરેલું આ બિલ, ભારતને ગેમિંગ, નવીનતા અને સર્જનાત્મકતાનું કેન્દ્ર બનાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે. સાથે જ, તે આપણા સમાજને ઓનલાઈન મની ગેમ્સની હાનિકારક અસરોથી બચાવશે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2159649)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada