પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતમાં FIDE વર્લ્ડ કપની વાપસીનું સ્વાગત કર્યું
Posted On:
26 AUG 2025 11:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રતિષ્ઠિત FIDE વર્લ્ડ કપ 2025નું આયોજન કરવા માટે ભારતની તૈયારીઓ પર ખૂબ જ ગર્વ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ ટુર્નામેન્ટ બે દાયકાથી વધુ સમય પછી ભારતીય ભૂમિ પર ચેસની વાપસીનું પ્રતીક છે.
X પર આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની એક પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"ભારત પ્રતિષ્ઠિત FIDE વર્લ્ડ કપ 2025નું આયોજન કરીને ખૂબ જ ખુશ છે, તે પણ બે દાયકાથી વધુ સમય પછી. ચેસ આપણા યુવાનોમાં લોકપ્રિયતા મેળવી રહી છે. મને ખાતરી છે કે આ ટુર્નામેન્ટ રોમાંચક સ્પર્ધાઓનું સાક્ષી બનશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ તેમની પ્રતિભા દર્શાવશે."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2161103)