સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ વિભાગે યુનાઇટેડ સ્ટેટ્સમાં ટપાલ બુકિંગ સ્થગિત કરવાની જાહેરાત કરી
Posted On:
31 AUG 2025 9:15AM by PIB Ahmedabad
22 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર સૂચનાના અનુસંધાનમાં ટપાલ વિભાગે યુનાઇટેડ સ્ટેટ્સમાં ટપાલ બુકિંગ સ્થગિત કરવાની સમીક્ષા કરી છે.
યુએસ જતી ટપાલ પરિવહન કરવામાં કેરિયર્સની સતત અસમર્થતા અને નિર્ધારિત નિયમનકારી પદ્ધતિઓના અભાવને ધ્યાનમાં રાખીને, US$ 100 સુધીના મૂલ્યના પત્રો, દસ્તાવેજો અને ભેટ વસ્તુઓ સહિત તમામ પ્રકારના ટપાલનું બુકિંગ સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વહેલી તકે સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. જે ગ્રાહકોએ પહેલાથી જ એવી વસ્તુઓ બુક કરાવી છે જે મોકલી શકાઈ નથી તેઓ ટપાલ ખર્ચ પરત મેળવવાનો દાવો કરી શકે છે.
માનનીય ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2162429)
Visitor Counter : 2