શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

ઈપીએફઓ પ્રાદેશિક કાર્યાલય નરોડાએ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવ્યો

Posted On: 31 AUG 2025 7:47PM by PIB Ahmedabad

કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO), પ્રાદેશિક કાર્યાલય નરોડાએ 29 થી 31 ઓગસ્ટ 2025 દરમિયાન ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરી. કાર્યક્રમનો હેતુ અધિકારીઓ અને સ્ટાફ વચ્ચે શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને આરોગ્યપ્રદ કાર્ય પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો હતો.


ઉજવણીની શરૂઆત 29 ઓગસ્ટ 2025ના રોજ નરોડા સ્થિત પ્રાદેશિક કાર્યાલયમાં ફિટનેસ પ્રતિજ્ઞા લેવાથી થઈ, જેમાં આરોગ્ય અને સુખાકારી માટેની સામૂહિક પ્રતિબદ્ધતાને પુનઃ દોહરવામાં આવી. ત્રણ દિવસ દરમિયાન વૉલેબૉલ, બેડમિન્ટન, બાસ્કેટબૉલ, દોર ખેંચ અને પરંપરાગત લીંબુ દોડ જેવા અનેક રમતગમતના કાર્યક્રમો યોજાયા. અધિકારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિસ્ત, સહકાર તથા રમતગમતની ભાવનાનું પ્રદર્શન કર્યું.

કાર્યક્રમનું આયોજન પ્રાદેશિક ભવિષ્ય નિધિ આયુક્ત-I (પ્રભારી) શ્રી યોગેશ કુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તેમણે હંમેશા અધિકારીઓ અને સ્ટાફને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે અને સર્વાંગી સુખાકારી માટે શારીરિક તંદુરસ્તીના મહત્વ પર ભાર મૂક્યો છે.


ઈપીએફઓ નરોડામાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી માત્ર શારીરિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત નથી કરતી પરંતુ સંસ્થાના કર્મચારી કલ્યાણ અને કાર્યબળના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવાનો સંદેશ પણ આપે છે.


(Release ID: 2162502) Visitor Counter : 2
Read this release in: English